Posts

૧૯૬૨ના યુદ્ધમાં ભારતીય છબરડાઓનો પર્દાફાશ કરતો હેન્ડરસન બ્રૂક્સ રિપોર્ટ

Image
ઓક્ટોબર, ૧૯૬૨માં ચીનના હાથે બૂરી રીતે હાર્યા પછી ભારતના સંરક્ષણ ખાતાએ પરાજયનાં કારણો તપાસવા માટે વિસ્તૃત દસ્તાવેજી રિપોર્ટ તૈયાર કરવાનું ઠરાવ્યું. ૧૯૬૨માં જાલંધર ખાતેની ૧૧મી કોરના કમાન્ડિંગ ઓફિસર લેફ્્ટનન્ટ-જનરલ હેન્ડરસન બ્રૂક્સને તે કામ સોંપાયું, જેણે બ્રિગેડિઅર પી. એસ. ભગતના સહયોગમાં વિશ્લેષણાત્મક રિપોર્ટ તૈયાર કરી જુલાઇ, ૧૯૬૩માં સંરક્ષણ ખાતાને સુપરત કર્યો. બ્રૂક્સનો અને ભગતનો રિપોર્ટ ચોંકાવનારો હતો. યુદ્ધ માટે ભારતની અપૂરતી લશ્કરી તૈયારીના સંખ્યાબંધ દાખલા તેમાં ટાંક્યા હતા. અલબત્ત, વધુ ભાર તેમણે એ વાતે મૂક્યો કે યુદ્ધકાળના રાજકીય આગેવાનોની લાપરવાહી તેમજ વ્યૂહાત્મક લઘુદષ્ટિ સરવાળે ભારતની હારમાં વધુ ભાગે જવાબદાર ઠરી હતી. દોષનો ટોપલો માથે આવતો દેખાયો, એટલે તત્કાલિન સરકારે હેન્ડરસન બ્રૂક્સના અને પી. એસ. ભગતના રિપોર્ટને ‘ક્લાસિફાઇડ’નું લેબલ મારીને ગુપ્ત સરકારી ફાઇલો વચ્ચે ગોંધી દીધો. ભારતીય કાયદા મુજબ ‘ક્લાસિફાઇડ’ સરકારી દસ્તાવેજો ૨૫મે વર્ષે જાહેર જનતા સમક્ષ ખૂલ્લાં મૂકાવાં જોઇએ, પરંતુ બ્રૂક્સ-ભગતના રિપોર્ટ પરથી દેશની એકેય સરકારે સિક્રેટનો પડદો ઊઠાવ્યો નહિ. સરકાર દ્વારા રિપોર્ટ હજી પણ ...

ચૂંટણીમાં જા‌તિવાદ અને પ્રાંતવાદના ‌વિઘાતક ફન્ડા પછી પહેલી વારનો નવો અજેન્ડા : વિકાસ

Image
એ ક જરૂરી ખુલાસો: અહીં જે મુદ્દા પર વિશ્લેષણાત્મક ચર્ચા કરી છે તેમાં વાત રાજકીય આગેવાનોની તેમજ રાજકારણની છે, પણ ચર્ચાનું ફોકસિંગ રાષ્ટ્રહિત સિવાય કશે નથી એટલે મુદ્દો વાંચ્યા પછી તેના પર મનોમંથન કરતી વખતે ફોકસિંગ પણ રાષ્ટ્રહિત પર જ રાખજો. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે પંડિત નેહરુ, સરદાર પટેલ, ગોવિંદ વલ્લભ પંત, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર બલદેવ સિંહ, શ્યામાપ્રસાદ મુખરજી વગેરે જેવા વિરાટ પ્રતિભાના રાજકીય આગેવાનો ભારતના રાજકારણમાં સક્રિય હતા. આ દરેકનો અભિગમ પ્રજાભિમુખ હતો, વિચારસરણી દેશહિતને લગતી હતી અને કાર્ય વિચારસરણી મુજબનું હતું. દેશના રાજકારણમાં નૈતિક મૂલ્યોનો ઊંડો પ્રભાવ હતો, એટલે પારદર્શકતા પણ હતી. આ સ્થિતિ જો કે ૧૯૬૦ પછી બદલાવા લાગી. વિદેશનીતિઓમાં રચ્યાપચ્યા રહેતા પંડિત નેહરુ દેશના આંતરિક મામલાઓમાં ગાફેલ રહ્યા, એટલે રાષ્ટ્રહિત જોખમમાં આવી પડ્યું. દેશ સામે ઊભી થયેલી આંતરિક તેમજ (ચીન જેવી) આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ વણઉકેલ રહી અને પ્રજાવિમુખ શાસનનો નવો દોર શરૂ થયો. આ દોર નેહરુની દીકરી ઇન્દિરાએ આગળ ચલાવ્યો અને નિષ્ઠા, નૈતિકતા, રાષ્ટ્રવાદ, રાષ્ટ્રહિત વગેરેની રાજકારણમાંથી સંપૂર...

ઇતિહાસ રચીને ઇતિહાસ બની રહેલા ભારતના સપૂતો

Image
ભા રતીય સેના દિવસ/ Indian Army Day નિમિત્તે ગઇ પંદરમી જાન્યુઆરીએ નવી દિલ્લીમાં સેનાસચિવના ઓફિશ્યલ બંગલે રાબેતા મુજબ At-Home તરીકે ઓળખાતી ભવ્ય મિજબાનીનું આયોજન કરાયું. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સંરક્ષણ મંત્રી, કેબિનેટ કક્ષાના મંત્રીઓ તેમજ ખુશ્કીદળના વડા અફસરો મિજબાની માણી રહ્યા હતા ત્યારે લશ્કરી યુનિફોર્મમાં સજ્જ કેપ્ટન બન્નાસિંહ નામના આમંત્રિત VVIP મહેમાન બંગલાના ઝાંપે ઊભા હતા. સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રૂપ/ SPG ના જવાનોએ તેમજ દિલ્લી પુલિસે તેમને ત્યાં રોકી રાખ્યા હતા અને અંદર પ્રવેશવાની મનાઇ ફરમાવી દીધી હતી. સુરક્ષાકર્મીઓને કેપ્ટન બન્નાસિંહે પોતાની ઓળખાણ આપી, યુનિફોર્મ પર લાગેલાં શૌર્યપ્રતીક સમાં મેડલ્સ બતાવ્યાં, At-Home   મિજબાનીમાં આવવા તેમને આમંત્રણ મળ્યું હોવાનું પણ જણાવ્યું. આમ છતાં બધા પ્રયાસ વ્યર્થ નીવડ્યા. SPG ના જવાનોએ તેમજ પુલિસે લગીરે મચક ન આપી. અડધો-પોણો કલાક ચાલેલી રકઝકના અંતે કેપ્ટન બન્નાસિંહ થાક્યા. ભગ્નહ્દયે તેઓ ઝાંપેથી વિદાય લઇ રહ્યા હતા, પણ સદભાગ્યે બન્યું એવું કે કેબિનેટ મંત્રી ડો. ફારુક અબ્દુલ્લાની નજર તેમના પર પડી. કેપ્ટન બન્નાસિંહને તેમણે ઓળખી લીધા, કેમ કે...

કચતિવુ : ભારત-શ્રી લંકા વચ્ચે વિખવાદનું મૂળ બનેલો ટાપુ

Image
અ ખબારોમાં ખૂણેખાંચરે ક્યાંક ટૂંકા સ્વરૂપે દબાયેલા રહી જાય અને છતાં જેમને અત્યંત ગંભીર બાબત સાથે ડાયરેક્ટ જોડાણ હોય એવા સમાચારનો તાજો નમૂનો :  શ્રી લંકાના નૌકાદળે છેલ્લાં ૩૦ વર્ષ દરમ્યાન આપણા ૫૦૦ કરતાં વધુ માછીમારોને ઠાર માર્યા છે. માછીમારોનો કથિત દોષ એ કે તેઓ શ્રી લંકાના મતે તેના જળવિસ્તારમાં માછલાં પકડવા ઘૂસ્યા. શ્રી લંકાની દલીલ પ્રમાણે જોતાં ભારતીય માછીમારોએ આંતરરાષ્ટ્રીય સીમારેખાનો ભંગ કર્યો, માટે તેઓ આક્રમણખોર હોવાનું ગણી યુદ્ધના શિરસ્તા મુજબ તેમને શૂટ કરી દેવામાં આવ્યા. આ હિંસક સિલસિલો હજી ચાલુ છે અને ભારત પ્રેક્ષકના રોલમાં સંતુષ્ટ છે. એક વાત તો આપણે ત્યાં વયસ્કો ઉપરાંત ચિલ્લર પાર્ટીને પણ ખબર છે કે વર્તમાન દિલ્લી સરકારને કરોડરજ્જુ નથી, પરંતુ એ વાતને અહીં પૂરતી બાજુ પર મૂકો તો ભારતીય માછીમારોની કરુણકથનીનાં મૂળિયાં વર્તમાનને બદલે ભૂતકાળમાં છે. ઇન્દિરા ગાંધીની સરકારે એ વખતે રાજ્યબંધારણનું ઉલ્લંઘન કરી ભારત અને શ્રી લંકા વચ્ચેનો આપણી પરંપરાગત માલિકીનો કચતિવુ ટાપુ ઉદાર દિલે શ્રી લંકાને આપી દીધો. ભારતના પ્રદેશનો નજીવો ટુકડો સુદ્ધાં પારકા દેશના હવાલે કરી શકાય નહિ, કાર...

સાઉન્ડિંગ રોકેટથી મંગળયાન : ભારતીય સ્પેસ પ્રોગ્રામનાં પ૦ વર્ષ

Image
આ લખાય છે ત્યારે ઇસરોનું (નવેમ્બર ૫, ૨૦૧૩ના રોજ લોન્ચ કરાયેલું) મંગળયાન અંતરિક્ષમાં પૃથ્વી ફરતે લંબગોળ ભ્રમણકક્ષામાં પ્રદક્ષિણા કરી રહ્યું છે. આ વાંચી રહ્યા છો ત્યારે લગભગ ૧,૩૦૦ કિલોગ્રામનું એ યાન પૃથ્વીનું બંધન હંમેશ માટે છોડીને મંગળના ૭૮ કરોડ કિલોમીટર લાંબા અવકાશી પ્રવાસ માટે પ્રયાણ કરી ચૂક્યું છે. યાત્રા લાંબી છે, માટે રાતા ગ્રહ મંગળ સાથે મંગળયાનના મિલાપનું મુહૂર્ત સપ્ટેમ્બર ૨૪, ૨૦૧૪ પહેલાં આવવાનું નથી. લગભગ સવા ટનના પેકેજને પૃથ્વી પરથી રોકેટ વડે લોન્ચ કરીને ૭૮ કરોડ કિલોમીટર છેટે મંગળની ભ્રમણકક્ષામાં સહીસલામત પહોંચતું કરવું એ સિદ્ધિ નાનીસૂની ન ગણાય. યુરોપ, અમેરિકા અને રશિયા સિવાય કોઇ તે સિદ્ધિ મેળવી શક્યું નથી. મંગળયાન થકી હવે ભારતનું નામ એ મોભાદાર લિસ્ટમાં સામેલ થવા જઇ રહ્યું હોય ત્યારે સપ્ટેમ્બર ૨૪, ૨૦૧૪ નો દિવસ સ્પેસ પ્રોગ્રામની ભારતીય તવારીખ માટે સીમાચિહ્ન ગણવો રહ્યો.   ક્રાંતિની જ્વાળા પ્રગટાવવામાં નાનો અમથો તણખો પૂરતો છે. આ જાણીતી વાત ભારતીય સ્પેસ પ્રોગ્રામને માત્ર અલંકારિક નહિ, પ્રેક્ટિકલ સ્વરૂપે પણ લાગૂ પડે છે. કારણ કે આજથી પચાસ વર્ષ પહેલાં સ્વદેશી સ્પે...