Posts

પ્રકાશના પર્વ ‌નિમિત્તે એક દીપક જ્ઞાનનો પણ પ્રગટાવો

Image
કચ્છના પાનન્ધ્રો ખાતે આવેલા થર્મલ પાવર સ્ટેશનમાં ફરજ બજાવતા ‘સફારી’ના નિયમિત વાચક (અને નિયમિત પત્રલેખક) અપૂર્વ ભટ્ટે હમણાં તેમની સાથે બનેલો એક સુખદ તેમજ સરપ્રાઇઝિંગ પ્રસંગ લાગણીભર્યા પત્રમાં લખી મોકલ્યો. વાચકોના પત્રો સામાન્ય રીતે પત્રવિભાગમાં પ્રસ્તુત કરવાના હોય પરંતુ અપૂર્વભાઇનો પત્ર અહીં ટાંકવાનું કારણ છે, જેની ચર્ચા સહેજ વાર પૂરતી મુલત્વી રાખી પહેલાં પત્ર વિશે વાત કરીએ. કચ્છના લખપત તાલુકામાં આવેલું પાનન્ધ્રો પાંખી વસ્તીવાળું ગામ છે. અહીં ગુજરાત સરકારના થર્મલ પાવર સ્ટેશનમાં અપૂર્વભાઇ ડેપ્યૂટી એન્જિનિઅર તરીકે ફરજ બજાવે છે. પાનન્ધ્રોની આસપાસનાં ગામોમાંથી કેટલાક લોકો મજૂરી અર્થે થર્મલ પ્લાન્ટમાં કામ કરવા આવે છે, જે પૈકી બિટીયારી ગામનો એક રહેવાસી અપૂર્વભાઇની ઓફિસમાં સાફસફાઇનું કામ સંભાળે છે. લગભગ ૬ મહિના પહેલાં એક દિવસ તે પોતાના ૯ વર્ષીય પુત્ર ઇબ્રાહીમને ઓફિસે લેતો આવ્યો. અપૂર્વભાઇના ડેસ્ક પર યોગાનુયોગે ત્યારે ‘સફારી’નો અંક પડ્યો હતો. અંક પર ચિત્તાનું મુખપૃષ્ઠ જોઇને ઇબ્રાહીમ આશ્ચર્યભાવે અંકનાં પાનાં ઉથલાવી દરેક ચિત્રોને માણવા લાગ્યો. આ દશ્ય જોઇ અપૂર્વભાઇએ તેની સાથે થોડી વાત કરી ત્...

પદ્મ અને ભારતરત્નઃ સન્માનના ખિતાબો જ્યારે અપમાનનું કારણ બને

Image
બ્રિટિશરાજ દરમ્યાન અંગ્રેજ હકૂમત તેના મનપસંદ અગ્રણી હિંદુ ભારતીયોને રાય સાહેબ તથા રાય બહાદુર, મુસ્લિમોને ખાન સાહેબ તથા ખાન બહાદુર અને શીખોને સરદાર સાહેબ તથા સરદાર બહાદુર જેવા ખિતાબો વડે નવાજતી, પણ સ્વતંત્રતા પછી એ શિરપાવોનું મહત્ત્વ ન રહ્યું. આથી ભારત સરકારે વિજ્ઞાન, કલા, સાહિત્ય અને સમાજકલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી ચૂકેલા મહાનુભાવોને તેમની સિદ્ધિ મુજબ પદ્મશ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ તથા ભારતરત્ન એ ચાર પૈકી જે તે યોગ્ય ખિતાબ આપવાનું ૧૯૫૪માં ઠરાવ્યું. સન્માનની દષ્ટિએ ચારેય ઇલ્કાબો ચડતી ભાંજણીમાં એકમેક કરતાં જુદા દરજ્જાના છે, એટલે દેખીતું છે કે વ્યક્તિની સિદ્ધિ જોડે સુસંગત હોય એ જ ખિતાબ તેને એનાયત કરવો જોઇએ. ૧૯૫૦ના તથા ૧૯૬૦ના દસકામાં અમુક યા તમુક ઇલ્કાબ માટે લાયક વ્યક્તિની પસંદગી કરતી વખતે નિરપેક્ષતાનું અને નીતિમત્તાનું ધોરણ જળવાયું, પણ ત્યાર પછી તેમાં રાજકારણ ભળ્યું. ઘણા એવા કિસ્સા બન્યા કે જ્યારે વ્યક્તિની લાયકાત મૂલવવાને બદલે તેનું પ્રત્યક્ષ કે પરોક્ષ રાજકીય મહત્ત્વ જોઇ તેને ખિતાબ એનાયત કરી પોલિટિકલ લાભ ખટાવવામાં આવ્યો. ક્યારેક વળી પદ્મ અવોર્ડ સન્માન નહિ, પણ અપમાનનો કા...

વર્લ્ડ ફોટોગ્રાફી-ડે નિમિત્તે ‘ઓલ્ડ ફેઇથફુલ’ કેમેરાને સ્મરણાંજલિ

Image
આજથી બે દાયકા અગાઉ ગુજરાતના (તેમજ મુંબઇના) કેટલાક અગ્રણી અખબારો-સામયિકોમાં હું જ્ઞાન-વિજ્ઞાનના માહિતીલેખો ફ્રી-લાન્સ ધોરણે લખતો ત્યારનો એક પ્રસંગ આજે વર્લ્ડ ફોટોગ્રાફી-ડે નિમિત્તે યાદ આવે છે. ખરું જોતાં એ પ્રસંગ બન્યો જ ન હોત તો ફોટોગ્રાફીના ક્ષેત્રે મારું આગમન ક્યારે થયું હોત અથવા તો થયું હોત કે કેમ તે સવાલ છે. પ્રસંગ આમ બન્યો-- ૧૯૯૪-૯૫ના અરસામાં  અમદાવાદથી નેટવર્ક નામનું સામયિક પ્રગટ થતું, જેમાં વિજ્ઞાનને લગતા મારા માહિતીલેખો પ્રસિદ્ધ થતા અને એ જમાનામાં સારો એવો કહી શકાય તેવો પુરસ્કાર પણ મળતો હતો. (‘સફારી’ ઉપરાંત બહારના સામયિકો-અખબારોમાં લખવાનો આશય લેખન ક્ષેત્રે અનુભવ મેળવવાનો અને સરવાળે લેખનમાં મૌલિકતા આણવાનો હતો. આ હેતુ બર આવવા સાથે રૂપિયા પણ મળતા હતા. આમ લાભ બેવડો હતો). નેટવર્કને ચારેક લેખો હું આપી ચૂક્યો હતો અને તે બધા છપાયા છતાં તેમના પેમેન્ટમાં થોડા મહિનાનું મોડું થયું હતું. દર થોડા દિવસે ઉઘરાણીનો એકાદ ફોન હું નેટવર્કના કાર્યાલયે કરતો અને જવાબમાં ‘લક્ષ્મીપૂજન’ની નવી મુદત પડતી. આખરે એક દિવસ ઊંટ અવળી કાઠીએ બેઠું. નેટવર્કના કાર્યાલયેથી મારા પર સામેથી ફોન આવ્યો: ‘તમારું વ...

શસ્‍ત્રઉત્‍પાદનમાં ખાનગી ક્ષ્‍ાેત્ર માટે સરકારી દ્વાર આખરે ઉઘડ્યાં!

Image
ભૂતપૂર્વ વડા પ્રધાન નરસિંહ રાવે ભારતના પથારીવશ અર્થતંત્રને ૧૯૯૧માં ઉદાર આર્થિક નીતિનું સલાઇન ચડાવીને બેઠું કર્યું ત્યાર પછી એ નીતિના ભાગરૂપે રાવની અનુગામી સરકારોએ ઘણાં ક્ષેત્રોમાં ખાનગી કંપનીઓને ઝંપલાવવાની તક આપી. આનું એક ઉદાહરણ ઇન્ફર્મેશન ટેક્નોલોજિ અને ટેલિકોમ ક્ષેત્રનું છે. તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ, વિપ્રો, રિલાયન્સ, ઇન્ફોસિસ, એચ.સી.એલ. વગેરે જેવી ખાનગી કંપનીઓને છૂટો દોર આપી દેવાયા પછી આજે ભારત સોફ્્ટવેરની નિકાસ થકી અબજો ડોલરનું ભંડોળ મેળવતું થયું છે. બીજો દાખલો ઓટોમોબાઇલ ક્ષેત્રનો છે. એક સમયે ભારતમાં દ્વિચક્રી તેમજ મોટરવાહન બનાવવાનો ઇજારો સરકારે પોતાના હસ્તક રાખ્યો હતો. ઉદાર આર્થિક નીતિનું મોડલ અપનાવીને સરકારે તે બિનજરૂરી ઇજારો જતો કર્યો, ખોટ ખાતાં સરકારી નિગમો બંધ કર્યાં અને ખાનગી કંપનીઓને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ઝંપલાવવાનો મોકો આપ્યો. આનુંય પોઝિટીવ પરિણામ નજર સામે છેઃ બજાજ, ટી.વી.એસ., તાતા અને મહિન્દ્રા જેવી કંપનીઓએ દેશ-વિદેશમાં પોતાનો કારોબાર ફેલાવ્યો છે. સ્વદેશી વાહનોની નિકાસ વડે દેશને સારું એવું વિદેશી હુંડિયામણ મળતું થયું છે. આ પ્રકારની સ્થિતિ શું સ્વદેશી શસ્ત્રોના નિકાસન...

સામ બહાદુર માણેકશાની જન્‍મશતાબ્‍દિઃ ઉપેક્ષિત ફિલ્ડ-માર્શલની રાષ્‍ટ્રસેવાના પુનર્મુલ્‍યાંકનનો ન ચૂકવા જેવો અવસર

Image
ઓક્ટોબર, ૧૯૭૧નો મહિનો હતો. તારીખ કોને ખબર કઇ હતી, પણ ભારતીય ઉપખંડ માટે ઐતિહાસિક સાબિત થવાની હતી. વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના બંધ ઓરડામાં એ દિવસે ફક્ત બે વ્યક્તિ હાજર હતા--ઇન્દિરા ગાંધી પોતે અને બીજા ભારતીય ખુશ્કીદળના વડા જનરલ સામ બહાદુર માણેકશા. વડા પ્રધાન ગાંધીએ નાનકડી ચબરખી પર કશુંક લખીને એ કાગળ જનરલ માણેકશાને વાંચવા માટે આપ્યો. ઊડતી નજરે જ લખાણ વાંચીને જનરલ તરત બોલી પડ્યા, ‘મારું લશ્કર આમ તો તૈયાર છે, પણ... ’ વડા પ્રધાને તરત પોતાના હોઠ પર આંગળી મૂકીને સંકેતમાં જણાવ્યું કે તેમના ઓરડામાં છૂપી વાતચીત સાંભળવા માટેનાં વીજાણું સાધનો કદાચ ગોઠવેલાં હોય, એટલે જનરલ માણેકશાએ કશું બોલવું નહિ. વડા પ્રધાન ગાંધીએ ફરી વખત ચબરખી દ્વારા જનરલ પાસે ચોક્કસ તારીખ માગી. જનરલે બીજી ચબરખી પર લખ્યું : ૪, ડિસેમ્બર. મૂંગા મોઢે કરાયેલી માત્ર ચબરખીની લેવડદેવડો દ્વારા એ જ સમયે બન્ને જણાએ પાકિસ્તાનનું ભાવિ નક્કી કરી નાખ્યું. બાંગલા દેશ કહેવાતા નવા રાષ્ટ્રનો જન્મ પણ તેમણે પાકો કરી નાખ્યો. મહિનાઓ બાદ ડિસેમ્બર ૪, ૧૯૭૧નું પરોઢ થાય તેના થોડા જ કલાકો પહેલાં ભારતનો નૌકાકાફલો પાકિસ્તાનના કરાંચી બંદરમાં ઘૂસી ગયો અ...

‌દિલ્‍લીમાં નવી ‌ગિલ્‍લીઅે ખેલવા જેવો પહેલો દાવ : શસ્‍ત્રોનું નવીનીકરણ

Image
ઓગસ્ટ, ૧૯૪૭માં અંગ્રેજોએ ભારતમાંથી હંમેશ માટે વિદાય લીધી ત્યારે લગભગ ૩૨ લાખ ચોરસ કિલોમીટરનું વિશાળ ક્ષેત્રફળ ધરાવતા આપણા દેશના લશ્કરી સંરક્ષણ માટે તેઓ પરચૂરણ શસ્ત્રો મૂકતા ગયા હતા. ભારતીય ખુશ્કીદળને તેમણે પ્રથમ વિશ્વયુદ્ધના સમયની .૩૦૩ એન્ફિલ્ડ રાઇફલો, કેટલીક જૂનવાણી સબ-મશીનગન તથા ૨૫ રતલી ગોળા ફેંકી શકતી 25 - Pounder કહેવાતી તોપો આપી હતી. હવાઇદળને વાપીતી અને ડાકોટા પ્રકારનાં વિમાનો સુપરત કર્યાં હતાં, તો નૌકાદળને અડધો ડઝન મનવારો સોંપી હતી. ઉપરાંત મોર્ટાર અને પેટ્રોલ બોટ જેવાં થોડાંક આચરકૂચર શસ્ત્રો હતાં, જેમના વડે કદી યુદ્ધ જીતી શકાય નહિ. ભારતનો શસ્ત્રભંડાર કંગાળ હતો, છતાં એ બાબતે તત્કાલીન વડા પ્રધાન પંડિત નેહરુ ગાફેલ રહ્યા. શસ્ત્રોના આધુનિકરણમાં તેમણે બિલકુલ રસ ન દાખવ્યો. છેવટે શસ્ત્રોનો પ્રશ્ન આપમેળે જ નેહરુનું ધ્યાન ખેંચનારો બન્યો. પાકિસ્તાને ઓક્ટોબર, ૧૯૪૭માં કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે ભારતીય જવાનો પાસે એ જમાના પ્રમાણે લાકડાની તલવાર જેવાં શસ્ત્રો હતાં. પહાડી મોરચે ખેલાયેલા એ યુદ્ધે અનેક જવાનોનો ભોગ લીધો અને તે બલિદાનો સાથે ભારતે કાશ્મીરનો લગભગ પોણો લાખ ચોરસ કિલોમીટર જેટલો પ્રદ...

યુદ્ધ’૭૧ના સુપરસ્ટાર વિક્રાંતની ચિરવિદાય

Image
એક દુઃખદ સમાચાર, જે ખરેખર તો દેશ માટે શરમજનક ગણવા જોઇએ: પાકિસ્તાન સામે ૧૯૭૧ના યુદ્ધમાં રંગ રાખનાર ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ ‘વિક્રાંત’ ભંગારવાડે નાખી દેવાયું છે. ભારત સરકારે રૂા.૬૦ કરોડમાં તેનો સોદો એક ખાનગી કંપની સાથે ગયે મહિને કરી દીધો, એટલે ‘વિક્રાંત’ પર હવે સરકારી માલિકી રહી નથી. આ ભવ્ય જહાજ ટૂંક સમયમાં શિપ બ્રેકિંગ યાર્ડના હવાલે થવાનું છે, જ્યાં તેના સ્પેરપાર્ટ્સને વન બાય વન છૂટા પાડી ભંગારભેગા કરી દેવામાં આવશે. શરમની વાત છે કે ભારતીય યુદ્ધની તવારીખ જેણે સુવર્ણ અક્ષરે લખી આપી તે જહાજનું મૂલ્યાંકન છેવટે લોખંડના ભાવે ભંગાર તરીકે કરાયું. દેશના ઇતિહાસ ભેગી તેની ભૂગોળ પણ બદલી નાખવામાં કોઇ એક યુદ્ધજહાજે બહુ નિર્ણાયક રોલ ભજવ્યો હોય તેવા પ્રસંગો દરિયાઇ યુદ્ધની લાંબી તવારીખમાં જૂજ છે. એક કિસ્સો અમેરિકાના વિમાનવાહક જહાજ ‘એન્ટરપ્રાઇઝ’નો છે, જેણે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જાપાની નૌકાકાફલાને પ્રશાંત મહાસાગરમાં વારંવાર પડકાર્યો અને ‘બેટલ ઓફ મિડવે’ જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ સાગરસંગ્રામમાં અમેરિકાને વિજય અપાવ્યો. મિડવેનું યુદ્ધ જાપાન જીતી ગયું હોત તો દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં જાપાની સૈન્...