Posts

પહાડી ચોકીઅોમાં કઠોર ‌શ‌િયાળા (અને સરકારની કઠોરતા) સામે ઝઝૂમતા જવાનો

Image
કા શ્મીર સરહદે દ્રાસનાં, બટાલિકનાં અને કારગિલનાં સરેરાશ ૧૫,૦૦૦ ફીટ ઊંચાં શિખરો પર ભારતે ઠેર ઠેર સુરક્ષા ચોકીઓ સ્થાપી છે. દરેકમાં ૪ થી ૬ સશસ્ત્ર જવાનો તૈનાત રહે છે અને અંકુશરેખા પર દિવસરાત ચાંપતી નજર રાખે છે. આ ચોકીઓ ભારત માટે વ્યૂહાત્મક રીતે એટલી મહત્ત્વની છે કે ખુશ્કીદળના જવાનો તેમાં ૩૬૫ દિવસ રહે છે. પહાડી ચોકીઓ તેમનું બીજું ઘર બન્યું છે એમ કહેવું ખોટું નહિ. સંજોગો ભલે ગમે તે હોય, પણ ચોકીઓને ક્યારેય રેઢી મૂકવામાં આવતી નથી. અહીં યાદ અપાવવાનું કે ૧૯૯૯ના શિયાળામાં આપણા જવાનો દ્રાસ, કારગિલ અને બટાલિક ખાતેની ચોકીઓ છોડી મેદાની પ્રદેશોમાં ઊતરી આવ્યા ત્યારે પાક ઘૂસણખોરોએ ગુપચુપ તે સૌમાં કબજો જમાવી લીધો હતો. આ તમામ ચોકીઓ ત્યાર બાદ આપણા જવાનોએ કારગિલ યુદ્ધમાં લોહી રેડીને પરત મેળવી હતી. અંકુશરેખાની લગોલગ હિમાલયનાં ઉત્તુંગ શિખરોમાં બનાવવામાં આવેલી આપણી ચોકીઓ સરેરાશ ૧૫,૦૦૦ ફીટની ઊંચાઇએ છે. આ ગગનચુંબી ઊંચાઇએ હવા અત્યંત ઠંડી તથા પાતળી હોય છે. વળી હવામાં પ્રાણવાયુનું પ્રમાણ ખાસ્સું ઓછું હોવાથી પ્રત્યેક શ્વાસે ફેંફસાંને મળતો ઓક્સિજનનો ઓછો પુરવઠો ચિત્તભ્રમ, ઉબકા, સરદર્દ જેવી તકલીફો પેદા કરે છે. શિ...

ભારતની ‌શિક્ષ્‍ાણપ્રણા‌લિનો લેટેસ્ટ અેક્સ-રે (જેમાં બધું કાળુંધબ્બ છે)

Image
એકવીસમી સદીને જ્ઞાનની સદી તરીકે ઓળખવામાં આવે છે અને નવી પેઢીમાં જ્ઞાનનું સિંચન થાય તેમજ નોલેજ ઇઝ પાવરનું સૂત્ર મૂર્ત બને એ ભારત સહિત એશિયાના ઘણા દેશોની સરકારોના ટોપ અજેન્ડા પર છે. પરંતુ આવો ઉમદા અજેન્ડા હાથ પર લેવો તે એક બાબત છે અને અજેન્ડાનું એટલું જ ઉમદા રીતે અમલીકરણ થવું એ જુદી બાબત છે. સરકારમાં મોટે ભાગે તો એ બન્ને નોખી બાબતોનો હસ્તમેળાપ થતો નથી, પરંતુ મલયેશિયાની, દક્ષિણ કોરિયાની, સિંગાપુરની અને ચીનની સરકારોને તેમાં અપવાદ ગણવી રહી. નવી પેઢીને જ્ઞાનની સદી માટે તૈયાર કરવા એ ચારેય દેશોએ પોતાની શિક્ષણ પ્રણાલિમાં ધરખમ ફેરફારો આણ્યા છે. મલયેશિયાએ ૨૦૧૩ની સાલમાં Malaysia Education Blueprint તરીકે ઓળખાતી બ્રાન્ડ-ન્યૂ એજ્યૂકેશન સિસ્ટમ અમલમાં મૂકી, તો દક્ષિણ કોરિયાએ TestFree /પરીક્ષામુક્ત શિક્ષણ પદ્ધતિ અપનાવી છે. દેશના તમામ બાળકોને શિક્ષણ આપવાના હેતુએ વિનામૂલ્યે શિક્ષણનો પ્રોગ્રામ પણ દક્ષિણ કોરિયાની સરકારે ઘડી કાઢ્યો છે. આ તરફ મહાસત્તા બનવા માગતા ચીને તો પોતાની વર્ષો જૂની શિક્ષણ પદ્ધતિનાં મૂળિયાં ખેંચી કાઢીને ૨૦૦૩ની સાલથી ફર્સ્ટ ક્લાસ એજ્યૂકેશન નામની આધુનિક સિસ્ટમ અમલમાં મૂકી દીધી છે. આ નવી...

ચુશુલ વોર મેમો‌રિઅલની મુલાકતઃ અેક અ‌વિસ્‍મરણીય અનુભવ

Image
બિનપરંપરાગત ઢબે (અવનવું જોવા ઉપરાંત પુષ્કળ જ્ઞાનવર્ધક જાણકારી મળે એવું) ટ્રાવેલિંગ કરવું એ ‘સફારી’ની પ્રવાસી ટીમની ખૂબી છે. ટીમનો દરેક પ્રવાસ સ્ટડી ટૂર જેવો હોય છે, જેમાં ઘણીબધી અજાણી માહિતીઓનો જેકપોટ મળવા ઉપરાંત ક્યારેક બિલિવ-ઇટ-ઓર-નોટ અનુભવો પણ મળે છે. આ વખતે દિવાળી દરમ્યાન ટીમે લદ્દાખના દૂરદરાજના ગામો-પ્રદેશોની મુલાકાત લીધી ત્યારે આપણા સરહદી વિસ્તારો વિશે કેટલીક ફર્સ્ટ-હેન્ડ માહિતીઓ મળી, તો બીજી તરફ કેટલાક અવિસ્મરણીય અનુભવો થયા. આમાંનો એક વિશેષ પ્રસંગ અહીં વાચકો સમક્ષ રજૂ કર્યા વિના રહી શકાતું નથી, કેમ કે તેમાં ‘સફારી’ના રાષ્ટ્રવાદી અભિગમની વાત કેંદ્રસ્થાને છે. જમ્મુ-કાશ્મીરનો લદ્દાખ જિલ્લો તેના ઊંચા ભૌગોલિક સ્થાનને કારણે, વિષમ વાતાવરણને કારણે તેમજ ખૂબ જ મર્યાદિત સાધન-સગવડોને કારણે અત્યંત દુર્ગમ ગણાય છે. લદ્દાખનો સમગ્ર પ્રદેશ વેરાન, ડુંગરાળ અને ખડકાળ છે. નજર દોડાવો ત્યાં બધે પથરા છે અને હરિયાળી તો બિલકુલ નથી. આમ છતાં લદ્દાખ આપણા માટે વ્યૂહાત્મક દષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. ઉત્તરે પાકિસ્તાન સાથેની અંકુશરેખા છે અને પૂર્વે અક્સાઇ ચીનની સરહદ લદ્દાખને સ્પર્શે છે, એટલે ઉત્તર અને પૂર્...

પાકને ભારતનો ફાયરબ્રાન્‍ડ પરચો : તોપનો અને ‌મિજાજનો !

Image
‘અચ્છે દિન’ના આગમન વિશે લોકોમાં જે પણ વિચારભેદ હોય તે ખરો, પરંતુ કમ સે કમ સંરક્ષણના મામલે તાજેતરમાં જોવા મળેલા સકારાત્મક બદલાવને પ્રત્યેક ભારતવાસીએ બિરદાવવો રહ્યો. કદાચ પ્રથમવાર એવું બન્યું કે જ્યારે આપણા સીમાવર્તી વિસ્તાર પર વિના કારણે છાશવારે ગોલંદાજી કરતા પાકિસ્તાનને ભારતે તેના એ કાંકરીચાળા નો જવાબ તેને સમજાતી ભાષામાં આપ્યો. ડિફેન્સની બાબતમાં હંમેશાં ‘શાંતિપ્રેરિત’ વિવશતા પ્રદર્શિત કરનાર વર્ષો પહેલાંના ભારતનું ચિત્ર તથા આજનું જુસ્સાપ્રેરિત પ્રતિકારનું ચિત્ર એ બન્ને વચ્ચેનો નાટ્યાત્મક વિરોધાભાસ નજર સામે આવ્યો. વિરોધાભાસના સામસામા દોન ધ્રુવ જોઇએ. વર્ષો પહેલાં ઓક્ટોબર, ૧૯૬૨માં લદ્દાખ તથા નેફા (અરુણાચલ) સરહદે ચીને આક્રમણ કર્યું એ વખતે મોરારજી દેસાઇ આપણા નાણાં મંત્રી હતા. સંરક્ષણ તેમનો વિષય નહોતો, પણ વિચારશક્તિ અને સમજશક્તિ અવશ્ય હતી. શસ્ત્રસજ્જ ચીનાઓ ભારતીય લશ્કરને કારમા ફટકા મારવા લાગ્યું ત્યારે મોરારજીભાઇએ દુશ્મનો પર મોટા પાયે હવાઇ અટેક કરવાની સલાહ આપી. અસરદાર રણનીતિ તરીકે સલાહ તાત્કાલિક અમલમાં મૂકવા જેવી હતી. ભારતીય વાયુસેના પાસે કેનબેરા, વામ્પાયર, હંટર, ઓરેગાન (તૂફાની) ...

પ્રકાશના પર્વ ‌નિમિત્તે એક દીપક જ્ઞાનનો પણ પ્રગટાવો

Image
કચ્છના પાનન્ધ્રો ખાતે આવેલા થર્મલ પાવર સ્ટેશનમાં ફરજ બજાવતા ‘સફારી’ના નિયમિત વાચક (અને નિયમિત પત્રલેખક) અપૂર્વ ભટ્ટે હમણાં તેમની સાથે બનેલો એક સુખદ તેમજ સરપ્રાઇઝિંગ પ્રસંગ લાગણીભર્યા પત્રમાં લખી મોકલ્યો. વાચકોના પત્રો સામાન્ય રીતે પત્રવિભાગમાં પ્રસ્તુત કરવાના હોય પરંતુ અપૂર્વભાઇનો પત્ર અહીં ટાંકવાનું કારણ છે, જેની ચર્ચા સહેજ વાર પૂરતી મુલત્વી રાખી પહેલાં પત્ર વિશે વાત કરીએ. કચ્છના લખપત તાલુકામાં આવેલું પાનન્ધ્રો પાંખી વસ્તીવાળું ગામ છે. અહીં ગુજરાત સરકારના થર્મલ પાવર સ્ટેશનમાં અપૂર્વભાઇ ડેપ્યૂટી એન્જિનિઅર તરીકે ફરજ બજાવે છે. પાનન્ધ્રોની આસપાસનાં ગામોમાંથી કેટલાક લોકો મજૂરી અર્થે થર્મલ પ્લાન્ટમાં કામ કરવા આવે છે, જે પૈકી બિટીયારી ગામનો એક રહેવાસી અપૂર્વભાઇની ઓફિસમાં સાફસફાઇનું કામ સંભાળે છે. લગભગ ૬ મહિના પહેલાં એક દિવસ તે પોતાના ૯ વર્ષીય પુત્ર ઇબ્રાહીમને ઓફિસે લેતો આવ્યો. અપૂર્વભાઇના ડેસ્ક પર યોગાનુયોગે ત્યારે ‘સફારી’નો અંક પડ્યો હતો. અંક પર ચિત્તાનું મુખપૃષ્ઠ જોઇને ઇબ્રાહીમ આશ્ચર્યભાવે અંકનાં પાનાં ઉથલાવી દરેક ચિત્રોને માણવા લાગ્યો. આ દશ્ય જોઇ અપૂર્વભાઇએ તેની સાથે થોડી વાત કરી ત્...

પદ્મ અને ભારતરત્નઃ સન્માનના ખિતાબો જ્યારે અપમાનનું કારણ બને

Image
બ્રિટિશરાજ દરમ્યાન અંગ્રેજ હકૂમત તેના મનપસંદ અગ્રણી હિંદુ ભારતીયોને રાય સાહેબ તથા રાય બહાદુર, મુસ્લિમોને ખાન સાહેબ તથા ખાન બહાદુર અને શીખોને સરદાર સાહેબ તથા સરદાર બહાદુર જેવા ખિતાબો વડે નવાજતી, પણ સ્વતંત્રતા પછી એ શિરપાવોનું મહત્ત્વ ન રહ્યું. આથી ભારત સરકારે વિજ્ઞાન, કલા, સાહિત્ય અને સમાજકલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી ચૂકેલા મહાનુભાવોને તેમની સિદ્ધિ મુજબ પદ્મશ્રી, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ તથા ભારતરત્ન એ ચાર પૈકી જે તે યોગ્ય ખિતાબ આપવાનું ૧૯૫૪માં ઠરાવ્યું. સન્માનની દષ્ટિએ ચારેય ઇલ્કાબો ચડતી ભાંજણીમાં એકમેક કરતાં જુદા દરજ્જાના છે, એટલે દેખીતું છે કે વ્યક્તિની સિદ્ધિ જોડે સુસંગત હોય એ જ ખિતાબ તેને એનાયત કરવો જોઇએ. ૧૯૫૦ના તથા ૧૯૬૦ના દસકામાં અમુક યા તમુક ઇલ્કાબ માટે લાયક વ્યક્તિની પસંદગી કરતી વખતે નિરપેક્ષતાનું અને નીતિમત્તાનું ધોરણ જળવાયું, પણ ત્યાર પછી તેમાં રાજકારણ ભળ્યું. ઘણા એવા કિસ્સા બન્યા કે જ્યારે વ્યક્તિની લાયકાત મૂલવવાને બદલે તેનું પ્રત્યક્ષ કે પરોક્ષ રાજકીય મહત્ત્વ જોઇ તેને ખિતાબ એનાયત કરી પોલિટિકલ લાભ ખટાવવામાં આવ્યો. ક્યારેક વળી પદ્મ અવોર્ડ સન્માન નહિ, પણ અપમાનનો કા...

વર્લ્ડ ફોટોગ્રાફી-ડે નિમિત્તે ‘ઓલ્ડ ફેઇથફુલ’ કેમેરાને સ્મરણાંજલિ

Image
આજથી બે દાયકા અગાઉ ગુજરાતના (તેમજ મુંબઇના) કેટલાક અગ્રણી અખબારો-સામયિકોમાં હું જ્ઞાન-વિજ્ઞાનના માહિતીલેખો ફ્રી-લાન્સ ધોરણે લખતો ત્યારનો એક પ્રસંગ આજે વર્લ્ડ ફોટોગ્રાફી-ડે નિમિત્તે યાદ આવે છે. ખરું જોતાં એ પ્રસંગ બન્યો જ ન હોત તો ફોટોગ્રાફીના ક્ષેત્રે મારું આગમન ક્યારે થયું હોત અથવા તો થયું હોત કે કેમ તે સવાલ છે. પ્રસંગ આમ બન્યો-- ૧૯૯૪-૯૫ના અરસામાં  અમદાવાદથી નેટવર્ક નામનું સામયિક પ્રગટ થતું, જેમાં વિજ્ઞાનને લગતા મારા માહિતીલેખો પ્રસિદ્ધ થતા અને એ જમાનામાં સારો એવો કહી શકાય તેવો પુરસ્કાર પણ મળતો હતો. (‘સફારી’ ઉપરાંત બહારના સામયિકો-અખબારોમાં લખવાનો આશય લેખન ક્ષેત્રે અનુભવ મેળવવાનો અને સરવાળે લેખનમાં મૌલિકતા આણવાનો હતો. આ હેતુ બર આવવા સાથે રૂપિયા પણ મળતા હતા. આમ લાભ બેવડો હતો). નેટવર્કને ચારેક લેખો હું આપી ચૂક્યો હતો અને તે બધા છપાયા છતાં તેમના પેમેન્ટમાં થોડા મહિનાનું મોડું થયું હતું. દર થોડા દિવસે ઉઘરાણીનો એકાદ ફોન હું નેટવર્કના કાર્યાલયે કરતો અને જવાબમાં ‘લક્ષ્મીપૂજન’ની નવી મુદત પડતી. આખરે એક દિવસ ઊંટ અવળી કાઠીએ બેઠું. નેટવર્કના કાર્યાલયેથી મારા પર સામેથી ફોન આવ્યો: ‘તમારું વ...