Posts

પ્રથમ ‌વિશ્વયુદ્ધમાં મરી ફીટેલા ભારતીય સૈન‌િકો : શૂરવીર ખરા, શહીદ નહ‌િ

Image
પ્રથમ ‌વિશ્વયુદ્ધમાં  યુરોપના અને મેસોપોટેમિયાના મોરચે ભારતના લાખો સૈ‌ન‌િકો બ્ર‌િટન વતી લડ્યા, જે પૈકી  કુલ ૭૪,૧૮૭ સૈનિકોએ તેમના જાન ગુમાવ્યા. આ શૂરવીરો તેમના અપ્રતીમ સાહસ બદલ અમર બન્યા, પણ ખરું જોતાં તેમણે માતૃભૂમિને બદલે ભારતના બ્રિટિશરાજ માટે બલિદાન આપ્યું હતું. આ મૂળભૂત વાસ્તવિકતા ધ્યાનમાં લો તો સહેજે સવાલ થાય કે તેમને શહીદ માનવાનું યોગ્ય ખરું ? પ્રશ્ન વિચાર માગી લે તેવો છે. જવાબ આપતા પહેલાં (જવાબ તરફ દોરી જતો) રોચક કિસ્સો જરા તાજો કરીએ. ૧૯૭૧નું ભારત-પાક યુદ્ધ ડિસેમ્બરમાં લડાયું તેના ઘણા મહિના અગાઉ પંજાબી, બલુચી અને પઠાણ મુસ્લિમોના પશ્ચિમ પાકિસ્તાન અને બંગાળી મુસ્લિમોના પૂર્વ પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ જામવા માંડ્યો હતો. ઓગસ્ટ, ૧૯૭૧માં પાકિસ્તાન એર ફોર્સનો મુતિઉર રહેમાન નામનો બંગાળી ફ્લાઇટ લેફ્ટનન્ટ કરાંચી એરબેઝ પર ફરજ બજાવતો હતો. કરાંચીથી વેળાસર છટકીને તે પૂર્વ પાકિસ્તાન (બાંગલા દેશ) જતો રહે એમાં જ તેની સલામતી હતી. એક દિવસ તેણે એરફોર્સનું ટુ-સીટર તાલીમી પ્લેન હાઇજેક કર્યું. સરહદ ઓળંગીને ભારતના આકાશી ક્ષેત્રમાં પ્રવેશી જવાય, એટલે પછી ચિંતા નહિ. વિમાનની કોકપિટમાં ફ્લાઇટ લ...

નેપાળે ન અપનાવેલું અને ભારતે અપનાવવા જેવું શોક-પ્રૂફ મકાનોનું ધોરણ

Image
નેપાળમાં ગયે મહિને આવેલા ધરતીકંપે જાન-માલનું પુષ્કળ નુકસાન કર્યું અને ખુવારીના આંકડા પ્રમાણે જોતાં તે અભૂતપૂર્વ સાબિત થયો તેમાં ભૂકંપના તીવ્રતાસૂચક ૭.૯ રિક્ટરના આંકડાને માત્ર નિમિત્ત ગણતા હોવ તો એક મહત્ત્વનો ભેદ પહેલાં સમજી લો. રિક્ટરના સ્કેલનો આંકડો તેમજ ખુવારીનો આંકડો બન્ને જુદી બાબતો છે. રિક્ટરનો સ્કેલ ઊંચો તેમ ખુવારી પણ વધારે એ વાત પ્રાથમિક રીતે સાચી, પરંતુ તેમની વચ્ચે સીધા અનુપાતનો સંબંધ હોવો જરૂરી નથી. ગીચ વસ્તીમાં અને કાચાં મકાનોવાળા પ્રદેશમાં સહેજ નબળો ધરતીકંપ પણ વધુ ખુવારી સર્જે છે, જ્યારે સહરાના રેગિસ્તાનમાં કે દક્ષિણ ધ્રુવ ખંડના બર્ફસ્તાનમાં ૮ કરતાં વધુ રિક્ટરનો ભૂકંપ પણ ઓછું નુકસાન કરે તે શક્ય છે. નેપાળમાં ફેલાયેલા આતંકનું મુખ્ય કારણ એ છે કે ઘણાંખરાં મકાનોનું બાંધકામ કચાશભર્યું હતું. અનેક મકાનો બેડોળ પથ્થરોનાં અને પથ્થરો વચ્ચે પૂરેલી માટીનાં બનેલાં હતાં. પથ્થરો વચ્ચે મજબૂત ‘બાઇન્ડિંગ મટીરિઅલ’ ન હતું. ઊંડો પાયો નાખવામાં આવ્યો ન હતો. છાપરાં પ્રમાણમાં વજનદાર હતાં. આ સ્થિતિમાં એક પથ્થર બીજા પથ્થર સાથે કસોકસ ફિટ બેસતો ન હોય ત્યારે આડી લીટીમાં (હોરિઝોન્ટલ) આંચકો લાગ્યા પછી દીવા...

Comfort Zone : સાહસ અને સર્જનાત્મકતા જેમાં નજરકેદ છે

Image
અબુ ધાબી શહેરથી જગતના રાઉન્ડ-ધ-વર્લ્ડ પ્રવાસ માટે નીકળેલું SolarImpulse નામનું વિમાન ગયે મહિને અમદાવાદ ‘પગથોભ’ માટે ઊતર્યું ત્યારે તેને નજીકથી જોવાનો તેમજ તેના પાયલટો સાથે વાર્તાલાપ કરવાનો લહાવો ‘સફારી’ની ટીમને મળ્યો. પરંપરાગત વિમાન કરતાં SolarImpulse વિશેષ હતું, કેમ કે કોઇ પણ પ્રકારના બળતણ વિના તે માત્ર સૌરશક્તિથી ઊડતું હતું. ‘સફારી’ના મતે જો કે વિમાનની તે એકમાત્ર વિશેષતા ન હતી. આ સૌરપ્લેનને અસાધારણ બનાવતું બીજું પણ કારણ હતું : પ્લેનનો દોરીસંચાર બર્ટનાર્ડ પિકાર્ડ નામના સાહસિક પાયલટે સંભાળ્યો હતો, જે પોતે વળી સાધારણ વ્યક્તિ નથી. બાપ તેવા બેટા એ કહેવતને પિકાર્ડ પરિવાર માટે જરા લંબાવીને એમ કહેવી પડે કે બાપ તેવા બેટા અને તેવા જ બેટાના પણ બેટા ! પહેલી વખત પૃથ્વીના ઉર્ધ્વમંડળનો (૨૩,૦૦૦ મીટર / ૭૫,૪૫૯ ફીટ ઊંચેનો) પ્રવાસ બર્ટનાર્ડના દાદા ઓગસ્ટ પિકાર્ડે ૧૯૩૨ની સાલમાં ખેડીને રેકોર્ડ સ્થાપ્યો હતો. વર્ષો પછી જાન્યુઆરી, ૧૯૬૦માં ઓગસ્ટ પિકાર્ડનો પરાક્રમી પુત્ર જાકી પિકાર્ડ (તેના પિતાએ તૈયાર કરેલા) બેથિસ્કાફ કહેવાતા સબમર્સાઇલ વાહનમાં જગતના સૌથી ઊંડા (૧૦,૯૧૧ મીટર / ૩૫,૪૯૭ ફીટ) સમુદ્રી તળિયે પહોંચ્યો...

અંગ્રેજ નરાધમોનાં નામે અોળખાતા અાંદામાનના ટાપુઅોનું 'અાઝાદીકરણ' ક્યારે ?

Image
જ્ઞાન-વિજ્ઞાનની સાડા ત્રણ દાયકા લાંબી સફરમાં ૨૫૦મા અંકના સીમાચિહ્ને પહોંચેલો ‘સફારી’નો પ્રસ્તુત અંક બે કારણોસર વિશેષ છે. (૧) ચાલુ અંકથી ‘સફારી’એ નવું સ્વરૂપ ધારણ કર્યું છે. અંકના લેઆઉટ્સ તેમજ ગ્રાફિક્સ ધરમૂળથી બદલાયાં છે. (૨) અઢીસોમા અંકને વિશેષ અને વજનદાર બનાવતું બીજું કારણ ‘એક વખત એવું બન્યું...’ વિભાગ છે. આંદામાનમાં સેલ્યુલર જેલ નામના દોજખમાં કાળાપાણી કહેવાતી સજા પામેલા ભારતીય ક્રાંતિવીરોની આપવીતી નગેન્દ્ર વિજયે ‘એક વખત એવું બન્યું...’માં વિસ્તારથી વર્ણવી છે. આઝાદીની લડતમાં હીરો બનીને ઊભરી આવેલાં વિરાટ પ્રતિભાનાં નામો વચ્ચે એવા સેંકડો ક્રાંતિવીરોનાં નામો ખોવાઇ ગયાં કે જેમણે અનેક શારીરિક તેમજ માનસિક યાતનાઓ વેઠીને આઝાદીની લડત લડી અને છેવટે આંદામાનની સેલ્યુલર જેલમાં મોતથી પણ બદતર એવું જીવન વીતાવ્યું. આ કથા એ ભૂલાયેલા (તેમજ ભૂલાવી દેવાયેલા) સપૂતોની છે. ઇતિહાસકારોએ તેમને યોગ્ય રીતે શાબ્દિક સન્માન ન આપ્યું, આપણાં પાઠ્યપુસ્તકોએ તેમને સ્થાન ન આપ્યું અને રાજકારણીઓએ તેમની ભારોભાર અવહેલના કરી. આ અક્ષમ્ય ગણી શકાય તેવો અપરાધ છે. અંગ્રેજો પૂરતી વાત કરો તો આંદામાનના કાળાપાણીની સેલ્યુલર જેલ ત...

પહાડી ચોકીઅોમાં કઠોર ‌શ‌િયાળા (અને સરકારની કઠોરતા) સામે ઝઝૂમતા જવાનો

Image
કા શ્મીર સરહદે દ્રાસનાં, બટાલિકનાં અને કારગિલનાં સરેરાશ ૧૫,૦૦૦ ફીટ ઊંચાં શિખરો પર ભારતે ઠેર ઠેર સુરક્ષા ચોકીઓ સ્થાપી છે. દરેકમાં ૪ થી ૬ સશસ્ત્ર જવાનો તૈનાત રહે છે અને અંકુશરેખા પર દિવસરાત ચાંપતી નજર રાખે છે. આ ચોકીઓ ભારત માટે વ્યૂહાત્મક રીતે એટલી મહત્ત્વની છે કે ખુશ્કીદળના જવાનો તેમાં ૩૬૫ દિવસ રહે છે. પહાડી ચોકીઓ તેમનું બીજું ઘર બન્યું છે એમ કહેવું ખોટું નહિ. સંજોગો ભલે ગમે તે હોય, પણ ચોકીઓને ક્યારેય રેઢી મૂકવામાં આવતી નથી. અહીં યાદ અપાવવાનું કે ૧૯૯૯ના શિયાળામાં આપણા જવાનો દ્રાસ, કારગિલ અને બટાલિક ખાતેની ચોકીઓ છોડી મેદાની પ્રદેશોમાં ઊતરી આવ્યા ત્યારે પાક ઘૂસણખોરોએ ગુપચુપ તે સૌમાં કબજો જમાવી લીધો હતો. આ તમામ ચોકીઓ ત્યાર બાદ આપણા જવાનોએ કારગિલ યુદ્ધમાં લોહી રેડીને પરત મેળવી હતી. અંકુશરેખાની લગોલગ હિમાલયનાં ઉત્તુંગ શિખરોમાં બનાવવામાં આવેલી આપણી ચોકીઓ સરેરાશ ૧૫,૦૦૦ ફીટની ઊંચાઇએ છે. આ ગગનચુંબી ઊંચાઇએ હવા અત્યંત ઠંડી તથા પાતળી હોય છે. વળી હવામાં પ્રાણવાયુનું પ્રમાણ ખાસ્સું ઓછું હોવાથી પ્રત્યેક શ્વાસે ફેંફસાંને મળતો ઓક્સિજનનો ઓછો પુરવઠો ચિત્તભ્રમ, ઉબકા, સરદર્દ જેવી તકલીફો પેદા કરે છે. શિ...

ભારતની ‌શિક્ષ્‍ાણપ્રણા‌લિનો લેટેસ્ટ અેક્સ-રે (જેમાં બધું કાળુંધબ્બ છે)

Image
એકવીસમી સદીને જ્ઞાનની સદી તરીકે ઓળખવામાં આવે છે અને નવી પેઢીમાં જ્ઞાનનું સિંચન થાય તેમજ નોલેજ ઇઝ પાવરનું સૂત્ર મૂર્ત બને એ ભારત સહિત એશિયાના ઘણા દેશોની સરકારોના ટોપ અજેન્ડા પર છે. પરંતુ આવો ઉમદા અજેન્ડા હાથ પર લેવો તે એક બાબત છે અને અજેન્ડાનું એટલું જ ઉમદા રીતે અમલીકરણ થવું એ જુદી બાબત છે. સરકારમાં મોટે ભાગે તો એ બન્ને નોખી બાબતોનો હસ્તમેળાપ થતો નથી, પરંતુ મલયેશિયાની, દક્ષિણ કોરિયાની, સિંગાપુરની અને ચીનની સરકારોને તેમાં અપવાદ ગણવી રહી. નવી પેઢીને જ્ઞાનની સદી માટે તૈયાર કરવા એ ચારેય દેશોએ પોતાની શિક્ષણ પ્રણાલિમાં ધરખમ ફેરફારો આણ્યા છે. મલયેશિયાએ ૨૦૧૩ની સાલમાં Malaysia Education Blueprint તરીકે ઓળખાતી બ્રાન્ડ-ન્યૂ એજ્યૂકેશન સિસ્ટમ અમલમાં મૂકી, તો દક્ષિણ કોરિયાએ TestFree /પરીક્ષામુક્ત શિક્ષણ પદ્ધતિ અપનાવી છે. દેશના તમામ બાળકોને શિક્ષણ આપવાના હેતુએ વિનામૂલ્યે શિક્ષણનો પ્રોગ્રામ પણ દક્ષિણ કોરિયાની સરકારે ઘડી કાઢ્યો છે. આ તરફ મહાસત્તા બનવા માગતા ચીને તો પોતાની વર્ષો જૂની શિક્ષણ પદ્ધતિનાં મૂળિયાં ખેંચી કાઢીને ૨૦૦૩ની સાલથી ફર્સ્ટ ક્લાસ એજ્યૂકેશન નામની આધુનિક સિસ્ટમ અમલમાં મૂકી દીધી છે. આ નવી...

ચુશુલ વોર મેમો‌રિઅલની મુલાકતઃ અેક અ‌વિસ્‍મરણીય અનુભવ

Image
બિનપરંપરાગત ઢબે (અવનવું જોવા ઉપરાંત પુષ્કળ જ્ઞાનવર્ધક જાણકારી મળે એવું) ટ્રાવેલિંગ કરવું એ ‘સફારી’ની પ્રવાસી ટીમની ખૂબી છે. ટીમનો દરેક પ્રવાસ સ્ટડી ટૂર જેવો હોય છે, જેમાં ઘણીબધી અજાણી માહિતીઓનો જેકપોટ મળવા ઉપરાંત ક્યારેક બિલિવ-ઇટ-ઓર-નોટ અનુભવો પણ મળે છે. આ વખતે દિવાળી દરમ્યાન ટીમે લદ્દાખના દૂરદરાજના ગામો-પ્રદેશોની મુલાકાત લીધી ત્યારે આપણા સરહદી વિસ્તારો વિશે કેટલીક ફર્સ્ટ-હેન્ડ માહિતીઓ મળી, તો બીજી તરફ કેટલાક અવિસ્મરણીય અનુભવો થયા. આમાંનો એક વિશેષ પ્રસંગ અહીં વાચકો સમક્ષ રજૂ કર્યા વિના રહી શકાતું નથી, કેમ કે તેમાં ‘સફારી’ના રાષ્ટ્રવાદી અભિગમની વાત કેંદ્રસ્થાને છે. જમ્મુ-કાશ્મીરનો લદ્દાખ જિલ્લો તેના ઊંચા ભૌગોલિક સ્થાનને કારણે, વિષમ વાતાવરણને કારણે તેમજ ખૂબ જ મર્યાદિત સાધન-સગવડોને કારણે અત્યંત દુર્ગમ ગણાય છે. લદ્દાખનો સમગ્ર પ્રદેશ વેરાન, ડુંગરાળ અને ખડકાળ છે. નજર દોડાવો ત્યાં બધે પથરા છે અને હરિયાળી તો બિલકુલ નથી. આમ છતાં લદ્દાખ આપણા માટે વ્યૂહાત્મક દષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. ઉત્તરે પાકિસ્તાન સાથેની અંકુશરેખા છે અને પૂર્વે અક્સાઇ ચીનની સરહદ લદ્દાખને સ્પર્શે છે, એટલે ઉત્તર અને પૂર્...