Posts

ગ્લોબલ વો‌ર્મ‌િંગમાં અાપણો ફાળો કેટલો ? અા રહ્યો (અનેક પૈકી અેક) હ‌િસાબ--

Image
ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સના બેનર હેઠળ જગતનાં ૧૯૬ દેશો હમણાં પેરિસમાં ભેગાં મળ્યાં. ગ્લોબલ વોર્મિંગના મુદ્દે તેમની વચ્ચે વૈચારિક આદાનપ્રદાનો ઘણાં થયાં, પરંતુ અંતે તો દરેકનો સાર રેતી પીલીને તેલ કાઢ્યા જેવો હતો. ક્લાઇમેટ ચેન્જને લગતી તમામ કોન્ફરન્સમાં આમ જ ‘ખાધું-પીધું ને રાજ કીધું’ જેવું બનતું હોય છે. એક નક્કર વાસ્તવિકતા તેમાં કદી ચર્ચાતી નથીઃ જગતનું પર્યાવરણ બચાવવામાં હવે આપણે મોડા પડી ચૂક્યા છીએ. વળી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પ્રતિદિન વકરતી જાય છે. આમાં બહુ મોટો નકારાત્મક ફાળો આપણી આધુનિક જીવનશૈલીનો છે. ઉદાહરણો ઘણાં છે, પણ બધાંનો સાર જેમાં આવી જાય તેવું એક ઉદાહરણ બટાટાની વેફરના રૂા.૫ વાળા પેકેટનું લઇએ. આ પેકેટમાં માંડ એક બટાટાની કાતરી હોય છે, પણ તે પેકેટ બનાવવાની પ્રોસેસ લાંબી છે અને દરેક સ્ટેજે તેમાં પુષ્કળ energy / ઊર્જા વપરાય છે. જેમ કે-- આનું વેચાણમૂલ્ય જે હોય તે ખરું, પરંતુ પર્યાવરણની દ્રષ્‍ટ‌િઅે પડતરમૂલ્ય કેટલું ? (1)              પેકેટ લેમિનેટેડ એલ્યુમિનિયમનું બનેલું હોય છે. એલ્યુમિનિયમ મેળવવા માટે ડીઝલ બાળતા યા...

સ‌િઅાચેન હ‌િમપહાડોના પ્રહરીઅોની મુલાકાતે 'સફારી'

Image
નોંધ : નવેમ્બર ૧૧, ૨૦૧૫, દિવાળીના દિવસે ‘સફારી’ની પ્રવાસી ટીમે લદ્દાખના સિઆચેન ક્ષેત્રની મુલાકાત લીધી. અા સ્ટડી-ટુરનું વિસ્તૃત વર્ણન  ‘સફારી’ના ‌ડિસેમ્બર, ૨૦૧પના અંકમાં  ' પરિવારથી દૂર બર્ફીલા પર્વતોમાં કેવી વીતી સિઆચેનના જવાનોની દીવા વગરની દીવાળી ?'  શીર્ષક હેઠળ  રજૂ કર્યું છે. અહીં ‌તે લેખની પૂર્વભૂ‌મ‌િકારૂપે ‌સ‌િઅાચેન ક્ષ્‍ાેત્રનો ટૂંકપર‌િચય અાપ્યો છે. ૧૯૪૭-૪૮માં પાકિસ્તાને આપણા કાશ્મીર પર ઓચિંતો હુમલો કરીને આશરે ૭૮,૧૧૪ ચોરસ કિલોમીટર પ્રદેશ પોતાની છાબડીમાં ખેરવી લીધો હતો. પાકિસ્તાનની મુરાદ તો આખું કાશ્મીર હડપ કરી લેવાની હતી, પરંતુ આપણા જવાનોએ જોરદાર લડત આપી હુમલાને આગળ વધતો રોકી પાડ્યો. પાકિસ્તાન આખું કાશ્મીર તો જીતી શક્યું નહિ, છતાં કાશ્મીરનો ૭૮,૧૧૪ ચોરસ કિલોમીટર પ્રદેશ તેના કબજામાં જ રહ્યો. દુશ્મનના હાથમાં આવડો મોટો ભૌગોલિક પ્રદેશ જતો રહે તે નુકસાન જેવું તેવું ન ગણાય. કોઇ પણ ભોગે તેને પાછો મેળવી લેવો જોઇએ. ભારતની તત્કાલીન સરકારે એમ ન કર્યું. ઊલટું, શાંતિનો સફેદ વાવટો ફરકાવ્યો અને લોહી રેડાતું બંધ થાય એટલા ખાતર જાન્યુઆરી ૧, ૧૯૪૯ના રોજ યુદ્ધવિરામ સ્વ...

પાક અણુમથકના સેબોટાજનો ભારતીય પ્લાન, જે પોતે સેબોટાજ થયો

Image
આ વખતે બાવીસ પાનામાં લંબાતી ‘એક વખત એવું બન્યું...’ વિભાગની સત્યકથામાં એ ચોંકાવનારી ઘટનાનું વર્ણન છે કે જેની આપણે ત્યાં મીડિઆ દ્વારા લગભગ કશી જ નોંધ લેવામાં આવી નથી. સ્વાભાવિક છે. ઘટના દેશના સંરક્ષણને લગતી છે. ફિલ્મસ્ટારોને, ક્રિકેટરોને, ગુનાખોરી કે લવારાબાજ પોલિટિશિઅનોને લગતી નહિ. પાકિસ્તાન સામે ભારતે ૮,૦૦,૦૦૦ જવાનોની તાદાદનું અને ‘પૃથ્વી’ મિસાઇલ્સ સહિતનાં લાખો શસ્ત્રોનું ‘ઓપરેશન પરાક્રમ’ કેમ હાથ ધરવું પડ્યું અને બેય દેશો કેમ અણુયુદ્ધ ખેલવાના આરે આવી ગયા તેના ખુલાસા માટે જો કે રાજકર્તાઓને ચિત્રમાં લાવવા પડે તેમ છે. ચિત્રમાં પણ નહિ, આરોપીના પાંજરામાં લાવીને ખડા કરવા પડે તેમ છે. ડિફેન્સની બાબતોનો કક્કો સુદ્ધાં ન જાણતા એ શાસકોએ ભારતની સુરક્ષા કિલ્લેબંધીને કોનિ્ક્રટને બદલે કાર્ડબોર્ડની બનાવી દીધી છે. ડિસેમ્બર ૧૩, ૨૦૦૧ના રોજ વડા પ્રધાન વાજપેયીએ જંગી પાયાનું ‘ઓપરેશન પરાક્રમ’ નછૂટકે હાથ ધરવું પડ્યું અને તેમાં સખત મુશ્કેલીઓ વેઠવી પડી એ તેમના પુરોગામી શાસકોની સંરક્ષણ વિશેની નિરક્ષરતાનું અને નાસમજીનું સીધું પરિણામ હતું. એક વાર ફીલ્ડ-માર્શલ સામ માણેકશાએ કહેલું કે, ‘આપણા રાજકારણીઓ ગન અન...

મિ. તેન્ડુલકર, સંસદનું સભ્યપદ અે કોઇ ક્લબની મેમ્બરશીપ નથી !

Image
ક્રિકેટજગતમાં God નું બિરુદ પામેલા સચીન તેન્ડુલકરે રમતના મેદાનમાંથી ક્યારની નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આમ છતાં રિટાયરમેન્ટ પછીયે તેની વ્યસ્તતા કાયમ છે. ખેલકૂદનાં કાર્યક્રમોમાં અતિથિ વિશેષ તરીકે, વિવિધ દુકાનોના તેમજ શોપિંગ મોલના ઉદ્ઘાટક તરીકે અને એનર્જી ડ્રિંકથી માંડીને ઇન્વરર્ટર સુધીની અનેક બજારુ ચીજવસ્તુઓના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચમકવામાં એ લિટલ માસ્ટર રચ્યોપચ્યો રહે છે. ‘પદ્મશ્રી’, ‘પદ્મ વિભૂષણ’, ભારતીય વાયુસેનાના ‘ગ્રૂપ કેપ્ટન’ અને ખાસ તો ‘ભારત રત્ન’ હોવાના નાતે આમાંનું એકેય કાર્ય સચીનને છાજે તેવું નથી. છતાં એમ કરવામાં તેને કોઇ ક્ષોભ ન જણાતો હોય તો એ તેનો વ્યક્તિગત મામલો છે. દેશની જનતાને તેમાં હસ્તક્ષેપનો અધિકાર નથી. પરંતુ અનેક માનભર્યા ખિતાબો તેમજ હોદ્દા પામેલો સચીન તેન્ડુલકર પોતે રાજ્યસભાનો સભ્ય હોવાનું ભૂલે, રાજ્યસભામાં સતત ગેરહાજર રહે અને અત્યંત પાંખી હાજરીમાંય સંસદીય કાર્યવાહી દરમ્યાન એક હરફ સુદ્ધાં ન ઉચ્ચારે ત્યારે મામલો વ્યક્તિગત રહેતો નથી. બલકે, રાજકીય બને છે, માટે પ્રજાલક્ષી બને છે--અને માટે પ્રજાનો તેમાં હસ્તક્ષેપ કરવાનો બંધારણીય અધિકાર બને છે. આનું કારણ સમજવા જેવું છે...

સ‌િત્તેર વર્ષ પહેલાં વ‌િશ્વયુદ્ધમાં હારેલા જાપાને વ‌િશ્વબજારને શી રીતે જીત્યું ?

Image
તારીખ ૧૬મી ઓગસ્ટ હતી અને વર્ષ ૧૯૪૫નું હતું. દિવસ જે હોય તે ખરો, પણ જાપાનના ભવિષ્ય માટે તે ટર્નિંગ પોઇન્ટ સાબિત થવાનો હતો. બપોરના સમયે કેટલાક જાપાની વિચારકો ટોકિયોના એક જર્જરિત મકાનમાં ભેગા મળ્યા. મીટિંગનો અજેન્ડા સ્પષ્ટ હતો ઃ આર્થિક રીતે ભાંગી પડેલા જાપાનના અર્થતંત્રને ફરી બેઠું કેમ કરવું ? સપ્ટેમ્બર, ૧૯૩૯થી શરૂ કરીને ઓગસ્ટ, ૧૯૪પ સુધી ચાલેલા બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન મિત્રરાષ્ટ્રોના ભીષણ અને ભસ્માસુર બોમ્બમારાએ જાપાનને મોટા ભંગારવાડામાં પલટી નાખ્યું હતું. યુદ્ધમાં લગભગ ૩૦ લાખ જાપાનીઓ માર્યા ગયા હતા અને દેશની ચોથા ભાગની રાષ્ટ્રીય સંપદા નષ્ટ પામી હતી. અડધોઅડધ ઔદ્યોગિક એકમોનું હવે અસ્તિત્વ રહ્યું ન હતું. બોમ્બવર્ષાએ તેમને કાટમાળમાં ફેરવી નાખ્યા હતા, જ્યારે હિરોશીમા અને નાગાસાકી સમેત કુલ ૬૭ જાપાની શહેરોનો તો વધુઓછે અંશે સફાયો કરી દીધો હતો. બોમ્બમારામાં ટોકિયો, નાગોયા, ઓસાકા વગેરે જેવાં મોટાં શહેરોમાં બરબાદીનો આંક અનુક્રમે ૬૫%, ૮૯% અને ૫૭% હતો, જ્યારે ટોયામા નામનું એક નગર તો ૯૯% જેટલું નષ્ટ પામ્યું હતું. લાખો જણા પોતાનું ઘર, વેપાર યા નોકરી ગુમાવી ચૂક્યા હતા. કંગાલિયત, ભૂખમરો, માનસિક અજંપો ત...

'સફારી' : જ્ઞાનવ‌િજ્ઞાનના ન‌િઃસ્‍વાર્થ પ્રચાર-પ્રસારનાં ૩પ વર્ષ

Image
નવી પેઢીનું વ્યક્તિત્વ ઘડતર કરવાના હેતુસર ઓગસ્ટ, ૧૯૮૦માં ‘બુદ્ધિશાળી બાળકો માટેનું મેગેઝિન’ તરીકે શરૂ કરાયેલા ‘સફારી’ને ચાલુ મહિને ૩૫ વર્ષ પૂરાં થાય છે. કોઇ પણ સામયિક માટે પાંત્રીસ વર્ષનો પ્રકાશનગાળો નાનોસૂનો ન ગણાય--અને જ્ઞાનવિજ્ઞાનના સામયિક માટે તો લગીરે નહિ. આનું કારણ છે. ફિલ્મ, ફેશન, મનોરંજન, સોશિયો-પોલિટિકલ, વ્યાપાર વગેરે જેવા વિષયોમાં રસ ધરાવતા વિશાળ વાચકસમુદાયની તુલનાએ જ્ઞાનવિજ્ઞાનમાં રુચિ ધરાવતા વાચકોની સંખ્યા મર્યાદિત છે. પરિણામે એ વિષયને લગતી જ માહિતી પીરસતા મેગેઝિને સીમિત વાચકગણ વડે સંતોષ માનવો પડે છે. આ સંદર્ભે ‘સફારી’નો કેસ જુઓ ઃ પાંત્રીસ વર્ષ પહેલાં ‘સફારી’નું અવતરણ એવા માહોલમાં થયું કે જ્યાં જ્ઞાનવિજ્ઞાન શબ્દ નવી પેઢી માટે અજાણ્યો હતો. જનરલ નોલેજનું મહત્ત્વ આજે છે એટલું ત્યારે ન હતું. બલકે, રાજા-રાણીની વાર્તાઓ વાંચીને નવી પેઢી મોટી થતી હતી. પરિણામે ‘સફારી’એ પોતાનો વાચકગણ જાતે ઊભો કરવાનો વખત આવ્યો. આ પડકારરૂપ કાર્યમાં ઘણાં વર્ષો નીકળી ગયાં. દરમ્યાન પૂરતા વાચકોના અભાવે ‘સફારી’નું પ્રકાશન આર્થિક ભારણ બન્યું અને એકાદ-બે નહિ, કુલ પાંચ વખત પ્રકાશન બંધ કરવાનો વારો આવ્યો. બળીન...

જંક ફૂડ : ખોરાક ભેગું ખવાતું કેમ‌િકલ્સનું સ્લો પોઇઝન

Image
અમેરિકી પ્રમુખના નેજા હેઠળ જેનું ગઠન કરવામાં આવ્યું છે તે US President's Cancer Panel નામની સરકારી સંસ્થાએ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે અમેરિકાની વર્તમાન વસ્તીના ૪૧% લોકો ભવિષ્યમાં કેન્સરનો ભોગ બને તેવી સંભાવના છે. જુદી રીતે કહો તો અમેરિકાના દર બે પૈકી એક પુરુષ અને દર ત્રણ પૈકી એક મહિલા આગામી વર્ષોમાં કેન્સરનો શિકાર બને તેમ છે. આ સંભવિત સ્થિતિ બદલ Cancer Panel સંસ્થાએ રસાયણોના બેફામ ઉપયોગને દોષિત ઠરાવ્યો છે. પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોમાં વિવિધ જાતનાં કેમિકલ્સનો અમેરિકામાં છૂટે હાથે વપરાશ થાય છે. આમાં કેટલાંક કેમિકલ્સ એવાં છે કે જે શરીરમાં mutation / ગુણવિકાર વડે જિનેટિક બ્લૂપ્રિન્ટમાં ફેરફાર આણી છેવટે કેન્સરને તેડું આપે છે. અમેરિકાની બહુધા પ્રજા ફાસ્ટફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ પર નભે છે, એટલે કેન્સર પેનલે વ્યક્ત કરેલા સંશય મુજબ એ દેશને ભવિષ્યમાં કેન્સરનો ભરડો દેવાય તો નવાઇ નહિ. કેન્સરનો શેષનાગ તો ભારતના માથે પણ ફેણ ચડાવી રહ્યો હોય એમ લાગે છે. એક ઉદાહરણઃ પંજાબમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે હમણાં તેના ૫૨૫ પાનાંના રિપોર્ટમાં જણાવ્યું કે ફાસ્ટફૂડમાં અને રેડીમેડ પ્રોસેસ્ડ ફૂડમાં ...