Posts

જીપગાડીથી અગોસ્તા હે‌લ‌િકોપ્ટર : શસ્ત્રોના સોદા ભોપાળાં કેમ નીવડે છે ?

Image
અગોસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના તેમજ રફાલ વિમાનોના સોદાને લઇને ગયા મહિને દેશભરના સમાચાર માધ્યમોમાં ખાસ્સી ‘તાજગી’ રહી. એકમાં કેંદ્રસ્થાને રૂા.૩૬૦ કરોડના ભ્રષ્ટાચારનો મુદ્દો હતો, તો બીજામાં સંરક્ષણના ક્ષેત્રે સરકારનું ‘હોતા હૈ, ચલતા હૈ’ વલણ ઉજાગર થતું હતું. આ બેઉ સંજોગોને હવે તો સામાન્ય વાત ગણવી જોઇએ, કારણ કે આઝાદી પછી ભારતે અબજોના અબજો ડોલરનાં વિમાનો, રણગાડીઓ, યુદ્ધજહાજો, મિસાઇલ્સ, સબમરીનો અને તોપગોળા ખરીદ કર્યાં, પરંતુ સમ ખાવા પૂરતો એકેય સોદો નિષ્ઠાની અગર તો નીતિમત્તાની રાહે થયો નથી. વર્ષો પહેલાં બોફર્સ તોપોના તેમજ તાજેતરમાં અગોસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરોના કેસમાં બન્યું તેમ ફક્ત ખાયકી પાસે વાત અટકે તો એવું સમજીને દિલાસો મેળવી શકાય કે પ્રજાને હંમેશાં સત્તાલોભી તેમજ પૈસાલોભી રાજકર્તાઓ મળે છે, પરંતુ દેશની સલામતીના ભોગે ખોટું કે ખોડભર્યું શસ્ત્ર ખરીદવામાં આવે ત્યારે રાજકીય કે વહીવટી દુરાચાર અને દેશદ્રોહ વચ્ચે આછીપાતળી ભેદરેખા પણ રહેતી નથી. આ ભેદરેખા મિટાવતો પહેલી વારનો બનાવ ૧૯૪૮માં બન્યો કે જ્યારે આઝાદ ભારતે તેનો સૌ પ્રથમ સંરક્ષણ સોદો કર્યો. બ્રિટન પાસેથી એ વર્ષે રૂા.૮૦ લાખના બદલામ...

ભગત‌સ‌િંહનો જાન લેવાની બ્ર‌િટ‌િશ સાજ‌િશનું સસ્પેન્સ ૮પ વર્ષે ખૂલે છે

Image
પાકિસ્તાનની લાહોર હાઇ કોર્ટમાં એક નાટકીય અદાલતી ખટલો કેટલાક મહિનાઓથી ચાલી રહ્યો છે. લાંબી મુદત બાદ હમણાં ફરી તેના પર કાર્યવાહી શરૂ થઇ છે. કેસ નાટકીય એટલા માટે છે કે જેની સામે મંડાયો છે તે આરોપીની અદાલતમાં ક્યારેય હાજરી હોતી નથી. (આરોપીનું નામ : બ્રિટિશહિંદ સરકાર). કેસ જેને માટે લડાઇ રહ્યો છે તે વ્યક્તિ પણ અદાલતમાં ઉપસ્થિત રહેતી નથી. (વ્યક્તિનું નામ : ભગતસિંહ). આમ છતાં ઇમ્તિઆઝ રશીદ કુરેશી નામના બુઝુર્ગ પાકિસ્તાની વકીલ લાહોર કોર્ટમાં ભગતસિંહ મેમોરિઅલ ફાઉન્ડેશન વતી કેસ લડી રહ્યા છે. આ ફાઉન્ડેશને (૧૯૨૯ના અરસાની) બ્રિટિશહિંદ સરકાર સામે આરોપ મૂક્યો છે કે ભગતસિંહ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવાના પૂરતા તેમજ નક્કર પુરાવા ન હોવા છતાં તત્કાલીન સરકારે એ ક્રાંતિકારીને ફાંસીની સજા ફરમાવી દીધી હતી. આ સરાસર ગેરકાનૂની પગલું હતું, જે ભરવા બદલ  બ્રિટિશહિંદ સરકાર વતી વર્તમાન રાણી એલિઝાબેથે પાકિસ્તાનના તેમજ ભારતના લોકોની માફી માગવી જોઇએ. ભારતમાં વસતા ભગતસિંહના પરિવારને વળતરરૂપે અમુક રકમ પણ આપવી જોઇએ. માર્ચ ૨૩, ૧૯૩૧ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ક્રાંતિકારી ત્રિપૂટીએ લાહોરની જેલમાં ફાંસીનો ગ...

સ‌િઅાચેનનો લશ્કરી મોરચો : જાનના ભોગે પણ સાચવવો જરૂરી કેમ?

Image
ફેબ્રુઆરી ૩ના રોજ સિઆચેન ખાતે હિમપ્રપાતમાં ભારતના દસ જવાનો શહીદ થયા ત્યારે સમાચાર માધ્યમોમાં કેટલાક રાજકીય પંડિતોએ પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું કે સિઆચેનમાંથી ભારતે તેની લશ્કરી ટુકડીઓ હવે કાયમી ધોરણે ખસેડી લેવી જોઇએ. હિમપહાડોમાં કુદરતી આફતો વચ્ચે અત્યાર સુધીમાં ભારતના સેંકડો જવાનોનો ભોગ લેવાઇ ચૂક્યો છે. હજી આપણે બીજા કેટલા જવાનોની આહુતિ આપીશું ? વળી ૧૯૮૫થી સિઆચેનનું રખોપું કરવામાં ભારતીય લશ્કરે ઘણાં બલિદાનો આપ્યાં છતાં બદલામાં આપણે સિઆચેનમાં પાકિસ્તાન હસ્તકનો કેટલો પ્રદેશ મેળવી લેવામાં સફળ થયા ? એકાદ ઇંચ પણ નહિ ! તો પછી જ્યાં કદી કોઇ પણ પ્રકારનાં લશ્કરી છમકલાં અનુભવાતાં નથી તે સિઆચેનના પહાડોમાં આખરે આપણા જવાનોને જાનના જોખમ વચ્ચે તૈનાત શા માટે રાખવા જોઇએ ? રાજકીય પંડિતોની દલીલો તર્કબદ્ધ છે. વિચાર માગી લે તેવી છે. આમ છતાં એક નક્કર વાસ્તવિકતાને તે બદલી શકે તેમ નથી--અને વાસ્તવિકતા એ કે સત્તાની જેમ શાંતિ પણ હંમેશાં બંદૂકની નાળમાંથી પ્રગટ થાય છે. વળી સિઆચેનને લાગેવળગે છે ત્યાં સુધી મહત્ત્વ એ વાતનું નથી કે ભારતે દુશ્મનનો કેટલો ભૌગોલિક પ્રદેશ મેળવ્યો, બલકે અગ્રિમ મુદ્દો એ છે કે ભારતે ક...

ઘરબેઠા વીજળી કાંતી દેતો ચરખો Free Electric : પીછેહઠ વડે પ્રગત‌િની અાગેકૂચ !

Image
આજથી ચારેક લાખ વર્ષ પહેલાં ગુફાવાસી આદિમાનવે પાણા ઘસીને અગ્નિ પ્રગટાવ્યો ત્યારે માનવજાતના હસ્તે પહેલવહેલી ‘વૈજ્ઞાનિક’ શોધ થઇ હતી. અગ્નિનો આવિષ્કાર ઊર્જાનો પહેલો સ્રોત હતો, જેનું મહત્ત્વ અબુધ આદિમાનવને સમજાયું નહોતું. ચકમકનો તણખો મૂળ તો તેની જરૂરિયાતના તેમજ જિજ્ઞાસાના સમન્વયને લીધે ઝર્યો હતો. બાકી તો ઊર્જાના બહોળા વપરાશને આદિમાનવના સીધાસાદા ગુફાજીવનમાં સ્થાન ન હતું. લાખો વર્ષ સુધી તેણે પોતાની શારીરિક ઊર્જા વડે જે તે કાર્યો પાર પાડ્યાં. આખરે અઢારમી સદીમાં ઔદ્યોગિક યુગ ખીલ્યો ત્યારે વરાળની શક્તિ વડે માનવજાતે પહેલી જ વાર ઉદ્યોગોનાં ચક્રો ફરતાં કર્યાં અને ૧૫૦ વર્ષ સુધી તેમને ગતિમાન રાખ્યાં. વીજળીના અને પેટ્રોલિયમના આગમન સાથે વૈજ્ઞાનિક પ્રપ્રગતિના ભાગરૂપે માનવજાત મિકેનિકલ યુગને તજી ઇલેક્ટ્રોનિક્સના આધુનિક યુગમાં પ્રપ્રવેશી, જ્યાં તેણે અભૂતપૂર્વ હરણફાળ ભરી. ફાળ ભરવાનું હજી પણ ચાલુ છે, છતાં ઊર્જાની કટોકટી વચ્ચે ટેમ્પો તૂટી રહ્યો છે. આથી જગતના સૌ ઊર્જાનિષ્ણાતોના મનમાં આજકાલ એક સાહજિક પ્રપ્રશ્ન ઊઠે છે ઃ માનવજાતના કલ્યાણ માટે ઊર્જાના એકાદ નવા તેમજ વાતાવરણના પ્રપ્રદૂષણમાં નવો વધારો કરે નહિ તેવા ...

ગ્લોબલ વો‌ર્મ‌િંગમાં અાપણો ફાળો કેટલો ? અા રહ્યો (અનેક પૈકી અેક) હ‌િસાબ--

Image
ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સના બેનર હેઠળ જગતનાં ૧૯૬ દેશો હમણાં પેરિસમાં ભેગાં મળ્યાં. ગ્લોબલ વોર્મિંગના મુદ્દે તેમની વચ્ચે વૈચારિક આદાનપ્રદાનો ઘણાં થયાં, પરંતુ અંતે તો દરેકનો સાર રેતી પીલીને તેલ કાઢ્યા જેવો હતો. ક્લાઇમેટ ચેન્જને લગતી તમામ કોન્ફરન્સમાં આમ જ ‘ખાધું-પીધું ને રાજ કીધું’ જેવું બનતું હોય છે. એક નક્કર વાસ્તવિકતા તેમાં કદી ચર્ચાતી નથીઃ જગતનું પર્યાવરણ બચાવવામાં હવે આપણે મોડા પડી ચૂક્યા છીએ. વળી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પ્રતિદિન વકરતી જાય છે. આમાં બહુ મોટો નકારાત્મક ફાળો આપણી આધુનિક જીવનશૈલીનો છે. ઉદાહરણો ઘણાં છે, પણ બધાંનો સાર જેમાં આવી જાય તેવું એક ઉદાહરણ બટાટાની વેફરના રૂા.૫ વાળા પેકેટનું લઇએ. આ પેકેટમાં માંડ એક બટાટાની કાતરી હોય છે, પણ તે પેકેટ બનાવવાની પ્રોસેસ લાંબી છે અને દરેક સ્ટેજે તેમાં પુષ્કળ energy / ઊર્જા વપરાય છે. જેમ કે-- આનું વેચાણમૂલ્ય જે હોય તે ખરું, પરંતુ પર્યાવરણની દ્રષ્‍ટ‌િઅે પડતરમૂલ્ય કેટલું ? (1)              પેકેટ લેમિનેટેડ એલ્યુમિનિયમનું બનેલું હોય છે. એલ્યુમિનિયમ મેળવવા માટે ડીઝલ બાળતા યા...

સ‌િઅાચેન હ‌િમપહાડોના પ્રહરીઅોની મુલાકાતે 'સફારી'

Image
નોંધ : નવેમ્બર ૧૧, ૨૦૧૫, દિવાળીના દિવસે ‘સફારી’ની પ્રવાસી ટીમે લદ્દાખના સિઆચેન ક્ષેત્રની મુલાકાત લીધી. અા સ્ટડી-ટુરનું વિસ્તૃત વર્ણન  ‘સફારી’ના ‌ડિસેમ્બર, ૨૦૧પના અંકમાં  ' પરિવારથી દૂર બર્ફીલા પર્વતોમાં કેવી વીતી સિઆચેનના જવાનોની દીવા વગરની દીવાળી ?'  શીર્ષક હેઠળ  રજૂ કર્યું છે. અહીં ‌તે લેખની પૂર્વભૂ‌મ‌િકારૂપે ‌સ‌િઅાચેન ક્ષ્‍ાેત્રનો ટૂંકપર‌િચય અાપ્યો છે. ૧૯૪૭-૪૮માં પાકિસ્તાને આપણા કાશ્મીર પર ઓચિંતો હુમલો કરીને આશરે ૭૮,૧૧૪ ચોરસ કિલોમીટર પ્રદેશ પોતાની છાબડીમાં ખેરવી લીધો હતો. પાકિસ્તાનની મુરાદ તો આખું કાશ્મીર હડપ કરી લેવાની હતી, પરંતુ આપણા જવાનોએ જોરદાર લડત આપી હુમલાને આગળ વધતો રોકી પાડ્યો. પાકિસ્તાન આખું કાશ્મીર તો જીતી શક્યું નહિ, છતાં કાશ્મીરનો ૭૮,૧૧૪ ચોરસ કિલોમીટર પ્રદેશ તેના કબજામાં જ રહ્યો. દુશ્મનના હાથમાં આવડો મોટો ભૌગોલિક પ્રદેશ જતો રહે તે નુકસાન જેવું તેવું ન ગણાય. કોઇ પણ ભોગે તેને પાછો મેળવી લેવો જોઇએ. ભારતની તત્કાલીન સરકારે એમ ન કર્યું. ઊલટું, શાંતિનો સફેદ વાવટો ફરકાવ્યો અને લોહી રેડાતું બંધ થાય એટલા ખાતર જાન્યુઆરી ૧, ૧૯૪૯ના રોજ યુદ્ધવિરામ સ્વ...

પાક અણુમથકના સેબોટાજનો ભારતીય પ્લાન, જે પોતે સેબોટાજ થયો

Image
આ વખતે બાવીસ પાનામાં લંબાતી ‘એક વખત એવું બન્યું...’ વિભાગની સત્યકથામાં એ ચોંકાવનારી ઘટનાનું વર્ણન છે કે જેની આપણે ત્યાં મીડિઆ દ્વારા લગભગ કશી જ નોંધ લેવામાં આવી નથી. સ્વાભાવિક છે. ઘટના દેશના સંરક્ષણને લગતી છે. ફિલ્મસ્ટારોને, ક્રિકેટરોને, ગુનાખોરી કે લવારાબાજ પોલિટિશિઅનોને લગતી નહિ. પાકિસ્તાન સામે ભારતે ૮,૦૦,૦૦૦ જવાનોની તાદાદનું અને ‘પૃથ્વી’ મિસાઇલ્સ સહિતનાં લાખો શસ્ત્રોનું ‘ઓપરેશન પરાક્રમ’ કેમ હાથ ધરવું પડ્યું અને બેય દેશો કેમ અણુયુદ્ધ ખેલવાના આરે આવી ગયા તેના ખુલાસા માટે જો કે રાજકર્તાઓને ચિત્રમાં લાવવા પડે તેમ છે. ચિત્રમાં પણ નહિ, આરોપીના પાંજરામાં લાવીને ખડા કરવા પડે તેમ છે. ડિફેન્સની બાબતોનો કક્કો સુદ્ધાં ન જાણતા એ શાસકોએ ભારતની સુરક્ષા કિલ્લેબંધીને કોનિ્ક્રટને બદલે કાર્ડબોર્ડની બનાવી દીધી છે. ડિસેમ્બર ૧૩, ૨૦૦૧ના રોજ વડા પ્રધાન વાજપેયીએ જંગી પાયાનું ‘ઓપરેશન પરાક્રમ’ નછૂટકે હાથ ધરવું પડ્યું અને તેમાં સખત મુશ્કેલીઓ વેઠવી પડી એ તેમના પુરોગામી શાસકોની સંરક્ષણ વિશેની નિરક્ષરતાનું અને નાસમજીનું સીધું પરિણામ હતું. એક વાર ફીલ્ડ-માર્શલ સામ માણેકશાએ કહેલું કે, ‘આપણા રાજકારણીઓ ગન અન...