Posts

ભારત ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપમાં જોડાય અેમાં ચીનને કેમ પેટમાં દુખે છે ?

Image
ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ/ NSG નું સભ્યપદ મેળવવા તાજેતરનાં વર્ષોમાં ભારત સરકારે વૈશ્વિક સ્તરે ડિપ્લોમેટિક અભિયાન ચલાવ્યું, જેના ભાગરૂપે વડા પ્રધાને બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા, મેક્સિકો વગેરે જેવા દેશોની મુલાકાત લીધી અને તેમના રાષ્ટ્રવડાઓને NSG સંગઠનમાં ભારતને સ્થાન અપાવવા માટે મનાવ્યા. સંગઠનમાં ભારતનું સ્થાન લગભગ પાકું હતું, પણ છેલ્લી ઘડીએ (જૂન ૨૨, ૨૦૧૬ના રોજ) ચીને ડિપ્લોમેટિક ફાચર મારીને ભારતની મુરાદ બર આવવા ન દીધી. ચીનના રાષ્ટ્રવડાએ NSG ના સૌ સભ્યદેશોને સ્પષ્ટ જણાવી દીધું કે ભારતને જો NSG નું સભ્યપદ આપો તો પાકિસ્તાનને શા માટે નહિ? બસ, મામલો ત્યાં અટકી પડ્યો. ભારતને NSG નું સભ્યપદ મળતાં રહી ગયું. પાકિસ્તાન જેવા બેજવાબદાર દેશને NSG સંગઠનમાં સામેલ ન કરાય એ તો જાણે જગજાહેર વાત છે, પણ NSG ના મેમ્બર થવું ભારત માટે અત્યંત જરૂરી શા માટે છે તે વિગતે સમજવા જેવું છે. ભારતમાં યુરેનિયમનો કુલ જથ્થો ૫૪,૦૦૦ ટન કરતાં વધારે નથી. આ પુરવઠા વડે ૧૦,૦૦૦ મેગાવોટનાં અણુમથકોની જરૂરિયાત તેમની આવરદા સુધી પૂરી થાય, જ્યારે વીજળીના ઉત્પાદન અંગે ભારતનો પ્લાન તો આવતા એકાદ દસકામાં બીજા ૧,૬૦,૦૦૦ મેગાવોટનો ...

ભારતના અેકમાત્ર સંસ્કૃત દૈ‌ન‌િકનો મદદ માટે છેલ્લો SOS સંદેશો

Image
એક જાણીતા અંગ્રેજી ન્યૂઝ મેગેઝિનના તંત્રીને કેટલાંક વર્ષ પહેલાં તેના વાચકે ફરિયાદભર્યો પત્ર લખ્યો કે, ‘તમારા સામયિકમાં દર ત્રીજે પાને જાહેરાત હોય છે, જેને કારણે માહિતીલેખોના વાંચનમાં વારંવાર બાધા આવે છે. એકાગ્રતા તૂટે છે અને રસભંગ થાય છે. આનો કોઇક ઉપાય કરો તો સારું !’ બીજા જ અંકે તંત્રીએ ફરિયાદનો પ્રત્યુત્તર સંપાદકીયમાં આપતા જણાવ્યું કે, ‘માન્યું કે સામયિકના દર ત્રીજે પાને જાહેરાત હોય છે, પણ એમ ન કરીએ તો કાગળ, પ્રિન્ટિંગ, વિતરણ, પગાર-ભથ્થાં વગેરેના ખર્ચા કાઢવા માટે સામયિકની કિંમત રૂા.૬૦ રાખવી પડે. અત્યારે તમે સામયિક માટે ફક્ત રૂા.૧૫ ચૂકવો છો તે એટલા માટે કે જાહેરાતોની આવકમાંથી અમારા ઘણાખરા ખર્ચ નીકળી જાય છે.’ આ બનાવને આજે તો લગભગ વીસેક વર્ષ થયાં. પેલા સામયિકની કિંમત રૂપિયા પચાસના આંકડે પહોંચી છે, તો અંકનાં પાનાંમાં અગાઉ કરતાં પચાસ ટકાથી વધુનો કાપ આવી ગયો છે. દર ત્રીજે-ચોથે પાને જાહેરાતની વર્ષો પુરાણી પ્રથા હજી ચાલુ છે, એટલે વાચકોને વાચનસામગ્રીના નામે મળતાં પાનાંનો જુમલો સાવ કંગાળ બન્યો છે. જાહેરાત પર નભતા (અગર તો જાહેરાત થકી ધરખમ આવક સારુ જ પ્રગટ થતા) મોટા ભાગના સામયિકોનું બિ...

જીપગાડીથી અગોસ્તા હે‌લ‌િકોપ્ટર : શસ્ત્રોના સોદા ભોપાળાં કેમ નીવડે છે ?

Image
અગોસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના તેમજ રફાલ વિમાનોના સોદાને લઇને ગયા મહિને દેશભરના સમાચાર માધ્યમોમાં ખાસ્સી ‘તાજગી’ રહી. એકમાં કેંદ્રસ્થાને રૂા.૩૬૦ કરોડના ભ્રષ્ટાચારનો મુદ્દો હતો, તો બીજામાં સંરક્ષણના ક્ષેત્રે સરકારનું ‘હોતા હૈ, ચલતા હૈ’ વલણ ઉજાગર થતું હતું. આ બેઉ સંજોગોને હવે તો સામાન્ય વાત ગણવી જોઇએ, કારણ કે આઝાદી પછી ભારતે અબજોના અબજો ડોલરનાં વિમાનો, રણગાડીઓ, યુદ્ધજહાજો, મિસાઇલ્સ, સબમરીનો અને તોપગોળા ખરીદ કર્યાં, પરંતુ સમ ખાવા પૂરતો એકેય સોદો નિષ્ઠાની અગર તો નીતિમત્તાની રાહે થયો નથી. વર્ષો પહેલાં બોફર્સ તોપોના તેમજ તાજેતરમાં અગોસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરોના કેસમાં બન્યું તેમ ફક્ત ખાયકી પાસે વાત અટકે તો એવું સમજીને દિલાસો મેળવી શકાય કે પ્રજાને હંમેશાં સત્તાલોભી તેમજ પૈસાલોભી રાજકર્તાઓ મળે છે, પરંતુ દેશની સલામતીના ભોગે ખોટું કે ખોડભર્યું શસ્ત્ર ખરીદવામાં આવે ત્યારે રાજકીય કે વહીવટી દુરાચાર અને દેશદ્રોહ વચ્ચે આછીપાતળી ભેદરેખા પણ રહેતી નથી. આ ભેદરેખા મિટાવતો પહેલી વારનો બનાવ ૧૯૪૮માં બન્યો કે જ્યારે આઝાદ ભારતે તેનો સૌ પ્રથમ સંરક્ષણ સોદો કર્યો. બ્રિટન પાસેથી એ વર્ષે રૂા.૮૦ લાખના બદલામ...

ભગત‌સ‌િંહનો જાન લેવાની બ્ર‌િટ‌િશ સાજ‌િશનું સસ્પેન્સ ૮પ વર્ષે ખૂલે છે

Image
પાકિસ્તાનની લાહોર હાઇ કોર્ટમાં એક નાટકીય અદાલતી ખટલો કેટલાક મહિનાઓથી ચાલી રહ્યો છે. લાંબી મુદત બાદ હમણાં ફરી તેના પર કાર્યવાહી શરૂ થઇ છે. કેસ નાટકીય એટલા માટે છે કે જેની સામે મંડાયો છે તે આરોપીની અદાલતમાં ક્યારેય હાજરી હોતી નથી. (આરોપીનું નામ : બ્રિટિશહિંદ સરકાર). કેસ જેને માટે લડાઇ રહ્યો છે તે વ્યક્તિ પણ અદાલતમાં ઉપસ્થિત રહેતી નથી. (વ્યક્તિનું નામ : ભગતસિંહ). આમ છતાં ઇમ્તિઆઝ રશીદ કુરેશી નામના બુઝુર્ગ પાકિસ્તાની વકીલ લાહોર કોર્ટમાં ભગતસિંહ મેમોરિઅલ ફાઉન્ડેશન વતી કેસ લડી રહ્યા છે. આ ફાઉન્ડેશને (૧૯૨૯ના અરસાની) બ્રિટિશહિંદ સરકાર સામે આરોપ મૂક્યો છે કે ભગતસિંહ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવાના પૂરતા તેમજ નક્કર પુરાવા ન હોવા છતાં તત્કાલીન સરકારે એ ક્રાંતિકારીને ફાંસીની સજા ફરમાવી દીધી હતી. આ સરાસર ગેરકાનૂની પગલું હતું, જે ભરવા બદલ  બ્રિટિશહિંદ સરકાર વતી વર્તમાન રાણી એલિઝાબેથે પાકિસ્તાનના તેમજ ભારતના લોકોની માફી માગવી જોઇએ. ભારતમાં વસતા ભગતસિંહના પરિવારને વળતરરૂપે અમુક રકમ પણ આપવી જોઇએ. માર્ચ ૨૩, ૧૯૩૧ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ક્રાંતિકારી ત્રિપૂટીએ લાહોરની જેલમાં ફાંસીનો ગ...

સ‌િઅાચેનનો લશ્કરી મોરચો : જાનના ભોગે પણ સાચવવો જરૂરી કેમ?

Image
ફેબ્રુઆરી ૩ના રોજ સિઆચેન ખાતે હિમપ્રપાતમાં ભારતના દસ જવાનો શહીદ થયા ત્યારે સમાચાર માધ્યમોમાં કેટલાક રાજકીય પંડિતોએ પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું કે સિઆચેનમાંથી ભારતે તેની લશ્કરી ટુકડીઓ હવે કાયમી ધોરણે ખસેડી લેવી જોઇએ. હિમપહાડોમાં કુદરતી આફતો વચ્ચે અત્યાર સુધીમાં ભારતના સેંકડો જવાનોનો ભોગ લેવાઇ ચૂક્યો છે. હજી આપણે બીજા કેટલા જવાનોની આહુતિ આપીશું ? વળી ૧૯૮૫થી સિઆચેનનું રખોપું કરવામાં ભારતીય લશ્કરે ઘણાં બલિદાનો આપ્યાં છતાં બદલામાં આપણે સિઆચેનમાં પાકિસ્તાન હસ્તકનો કેટલો પ્રદેશ મેળવી લેવામાં સફળ થયા ? એકાદ ઇંચ પણ નહિ ! તો પછી જ્યાં કદી કોઇ પણ પ્રકારનાં લશ્કરી છમકલાં અનુભવાતાં નથી તે સિઆચેનના પહાડોમાં આખરે આપણા જવાનોને જાનના જોખમ વચ્ચે તૈનાત શા માટે રાખવા જોઇએ ? રાજકીય પંડિતોની દલીલો તર્કબદ્ધ છે. વિચાર માગી લે તેવી છે. આમ છતાં એક નક્કર વાસ્તવિકતાને તે બદલી શકે તેમ નથી--અને વાસ્તવિકતા એ કે સત્તાની જેમ શાંતિ પણ હંમેશાં બંદૂકની નાળમાંથી પ્રગટ થાય છે. વળી સિઆચેનને લાગેવળગે છે ત્યાં સુધી મહત્ત્વ એ વાતનું નથી કે ભારતે દુશ્મનનો કેટલો ભૌગોલિક પ્રદેશ મેળવ્યો, બલકે અગ્રિમ મુદ્દો એ છે કે ભારતે ક...

ઘરબેઠા વીજળી કાંતી દેતો ચરખો Free Electric : પીછેહઠ વડે પ્રગત‌િની અાગેકૂચ !

Image
આજથી ચારેક લાખ વર્ષ પહેલાં ગુફાવાસી આદિમાનવે પાણા ઘસીને અગ્નિ પ્રગટાવ્યો ત્યારે માનવજાતના હસ્તે પહેલવહેલી ‘વૈજ્ઞાનિક’ શોધ થઇ હતી. અગ્નિનો આવિષ્કાર ઊર્જાનો પહેલો સ્રોત હતો, જેનું મહત્ત્વ અબુધ આદિમાનવને સમજાયું નહોતું. ચકમકનો તણખો મૂળ તો તેની જરૂરિયાતના તેમજ જિજ્ઞાસાના સમન્વયને લીધે ઝર્યો હતો. બાકી તો ઊર્જાના બહોળા વપરાશને આદિમાનવના સીધાસાદા ગુફાજીવનમાં સ્થાન ન હતું. લાખો વર્ષ સુધી તેણે પોતાની શારીરિક ઊર્જા વડે જે તે કાર્યો પાર પાડ્યાં. આખરે અઢારમી સદીમાં ઔદ્યોગિક યુગ ખીલ્યો ત્યારે વરાળની શક્તિ વડે માનવજાતે પહેલી જ વાર ઉદ્યોગોનાં ચક્રો ફરતાં કર્યાં અને ૧૫૦ વર્ષ સુધી તેમને ગતિમાન રાખ્યાં. વીજળીના અને પેટ્રોલિયમના આગમન સાથે વૈજ્ઞાનિક પ્રપ્રગતિના ભાગરૂપે માનવજાત મિકેનિકલ યુગને તજી ઇલેક્ટ્રોનિક્સના આધુનિક યુગમાં પ્રપ્રવેશી, જ્યાં તેણે અભૂતપૂર્વ હરણફાળ ભરી. ફાળ ભરવાનું હજી પણ ચાલુ છે, છતાં ઊર્જાની કટોકટી વચ્ચે ટેમ્પો તૂટી રહ્યો છે. આથી જગતના સૌ ઊર્જાનિષ્ણાતોના મનમાં આજકાલ એક સાહજિક પ્રપ્રશ્ન ઊઠે છે ઃ માનવજાતના કલ્યાણ માટે ઊર્જાના એકાદ નવા તેમજ વાતાવરણના પ્રપ્રદૂષણમાં નવો વધારો કરે નહિ તેવા ...

ગ્લોબલ વો‌ર્મ‌િંગમાં અાપણો ફાળો કેટલો ? અા રહ્યો (અનેક પૈકી અેક) હ‌િસાબ--

Image
ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સના બેનર હેઠળ જગતનાં ૧૯૬ દેશો હમણાં પેરિસમાં ભેગાં મળ્યાં. ગ્લોબલ વોર્મિંગના મુદ્દે તેમની વચ્ચે વૈચારિક આદાનપ્રદાનો ઘણાં થયાં, પરંતુ અંતે તો દરેકનો સાર રેતી પીલીને તેલ કાઢ્યા જેવો હતો. ક્લાઇમેટ ચેન્જને લગતી તમામ કોન્ફરન્સમાં આમ જ ‘ખાધું-પીધું ને રાજ કીધું’ જેવું બનતું હોય છે. એક નક્કર વાસ્તવિકતા તેમાં કદી ચર્ચાતી નથીઃ જગતનું પર્યાવરણ બચાવવામાં હવે આપણે મોડા પડી ચૂક્યા છીએ. વળી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પ્રતિદિન વકરતી જાય છે. આમાં બહુ મોટો નકારાત્મક ફાળો આપણી આધુનિક જીવનશૈલીનો છે. ઉદાહરણો ઘણાં છે, પણ બધાંનો સાર જેમાં આવી જાય તેવું એક ઉદાહરણ બટાટાની વેફરના રૂા.૫ વાળા પેકેટનું લઇએ. આ પેકેટમાં માંડ એક બટાટાની કાતરી હોય છે, પણ તે પેકેટ બનાવવાની પ્રોસેસ લાંબી છે અને દરેક સ્ટેજે તેમાં પુષ્કળ energy / ઊર્જા વપરાય છે. જેમ કે-- આનું વેચાણમૂલ્ય જે હોય તે ખરું, પરંતુ પર્યાવરણની દ્રષ્‍ટ‌િઅે પડતરમૂલ્ય કેટલું ? (1)              પેકેટ લેમિનેટેડ એલ્યુમિનિયમનું બનેલું હોય છે. એલ્યુમિનિયમ મેળવવા માટે ડીઝલ બાળતા યા...