Posts

સ‌િઅાચેન : જગતના સૌથી ઊંચા યુદ્ધક્ષ્‍ાેત્રની મુલાકાત (૧ વર્ષના પર‌િશ્રમ બાદ) અાખરે સંપન્‍ન !

Image
તારીખ નવેમ્બર ૧૧, ૨૦૧૫ અને દિવસ દિવાળીનો હતો. લદ્દાખના પ્રવાસે ગયેલી ‘સફારી’ની ટીમ એ દિવસે જગતની સૌથી ઊંચાઇએ આવેલી યુદ્ધભૂમિ સિઆચેનના લશ્કરી બેઝ કેમ્પ પહોંચી હતી. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ તો જાણે સિઆચેનમાં આપણા નરબંકા જવાનો શી કામગીરી બજાવે છે તેની જાણકારી મેળવી ‘સફારી’ના વાચકોને તે અંગે માહિતગાર કરવાનો હતો. પરંતુ તે ઉપરાંત વધુ એક ઉદ્દેશ હતો: સિઆચેનની અજાણી, અલિપ્ત દુનિયામાં રહેતા ખુશ્કીદળના જવાનો સાથે દિવાળી મનાવી મીઠાઇ વડે તેમનું મોં મીઠું કરાવવાનો ! આ ઉદ્દેશ બર લાવવા માટે ‘સફારી’ની ટીમે પોતાની સાથે ૧૦ કિલોગ્રામ મીઠાઇ રાખી હતી. (જુઓ, ‘સફારી’ અંક નં. ૨૫૯; ડિસેમ્બર, ૨૦૧૫). બેઝ કેમ્પની મુલાકાત દરમ્યાન એક લશ્કરી અફસર જોડે લાંબા વાર્તાલાપમાં મને જાણવા મળ્યું કે દર વર્ષે ભારતીય ખુશ્કીદળ કુલ ૪૦ નાગરિકોને સિઆચેનના ઉત્તુંગ પહાડોમાં આવેલી આપણી લશ્કરી ચોકીઓની મુલાકાતે લઇ જાય છે. ‘સિઆચેન સિવિલિઅન ટ્રેક’ કહેવાતો એ પ્રવાસ સપ્ટેમ્બર માસમાં યોજાતો હોય છે અને તેમાં પસંદગી વહેલો તે પહેલોના ધોરણે કરવામાં આવે છે. આ તો લાખો મેં એક જેવો અવસર ! ‘સિઆચેન સિવિલિયન ટ્રેક’માં જોડાવાનો નિર્ણય મેં તત્કાળ લઇ લ...

'અોપરેશન બ્રાસટેક્સ' : પા‌ક‌િસ્‍તાનને પાસરું કરવાનું સ્વપ્ન, જે અકાળે તૂટી ગયું !

Image
૧૯૭૧માં ભારતીય લશ્કરે પાકિસ્તાન સામે ભીષણ યુદ્ધ ખેલીને એ દેશના બે ટુકડા કર્યા ત્યારે એમ જણાતું હતું કે પૂર્વ પાકિસ્તાન (વર્તમાન બાંગલા દેશ) નામની એક પાંખ ગુમાવી દીધા પછી પાક લશ્કરી સરમુખત્યારો ચુમાઇને બેસી રહેશે. ભવિષ્યમાં ભારતને છંછેડવાની ગુસ્તાખી નહિ કરે, માટે ભારતીય ઉપખંડમાં કાયમી શાંતિ સ્થપાશે. આ ધારણા ખોટી પડી. ખરેખર તો ૧૯૭૧માં ભારતીય લશ્કરે પૂર્વ પાકિસ્તાનની માફક સિંધ પ્રાંતને પણ એ જ વખતે છૂટું પાડી દેવાની જરૂર હતી. પાંખ અને પગ વગરનું શેષ બચેલું પાકિસ્તાન ભવિષ્યમાં કદી ભારતને પડકારી શકત નહિ. પરંતુ ભારતે એ મોકો જતો કર્યો. બીજો મોકો બરાબર ૧૫ વર્ષ પછી ૧૯૮૬માં આવ્યો કે જ્યારે આપણા આક્રમક મિજાજવાળા સેનાપતિ જનરલ કે. એસ. સુંદરજીએ શસ્ત્રો વડે સિંધનું સર્જીકલ ઓપરેશન હાથ ધરવાનું નક્કી કર્યું. સિંધ-રાજસ્થાન સરહદે તેમણે ‘ઓપરેશન બ્રાસટેક્સ’ નામની અત્યંત જંગી પાયે લશ્કરી કવાયત યોજી. સરહદ પર મોટી સંખ્યામાં ટેન્કોનો અને તોપોનો કાફલો ગોઠવાયો. કુલ ૧૩ લશ્કરી ડિવિઝનો એકઠી થઇ. (એક ડિવિઝન = ૧૫,૦૦૦થી ૧૮,૦૦૦ સેનિકો). બીજા વિશ્વયુદ્ધ પછીની એ મોટામાં મોટી લશ્કરી જમાવટ હતી, જેણે કેટલાય દેશોના લશ્કરી ...

'સ્‍કો‌ર્પ‌િન' સબમરીનના સ‌િક્રેટ ડેટાની તફડંચી ભારત માટે કેમ ચ‌િંતાજનક છે ?

Image
ભારતીય નૌકાદળ માટે અત્યાધુનિક ‘સ્કોર્પિન’ સબમરીન્સનો ફ્રાન્સ જોડે કરાયેલો સોદો કયા ચોઘડિયામાં થયો એ કોણ જાણે, પણ તે થયા પછી ભારતના નસીબે ઉદ્વેગ લખાયો હોય એમ લાગે છે. સોદો છેક ૨૦૦૨ની સાલમાં થયો, જે મુજબ ભારતે ૬ ‘સ્કોર્પિન’ બદલ ફ્રાન્સને રૂા.૧૨,૬૦૯ કરોડ ચૂકવવાના હતા. લેખિત કોન્ટ્રાક્ટ પર સહીસિક્કા કરવામાં ત્રણ વર્ષ નીકળી ગયાં, એટલે ૨૦૦૫માં સોદાની રકમ રૂા.૧૫,૪૪૭ કરોડે પહોંચી. ટેક્નોલોજિના હસ્તાંતરણમાં ફ્રાન્સે વધુ કેટલાંક વર્ષ ખેંચી નાખ્યા, એટલે ‘સ્કોર્પિન’ પેટેનું ભારતીય ચૂકવણું આખરે રૂા.૧૮,૦૦૦ કરોડે પહોંચ્યું. સોદાની મૂળ રકમ કરતાં રૂા.૬,૦૦૦ કરોડ વધારે ! ભારતના પક્ષે ઉદ્વેગનો ક્રમ આટલેથી અટક્યો નહિ. આ સબમરીનના બાંધકામનું વર્ષ ૨૦૧૨ નક્કી કરવામાં આવ્યું હતું, પણ મુહૂર્ત છેક ૨૦૧૫માં આવ્યું. પહેલી ‘સ્કોર્પિન’ એ વર્ષે બની ખરી, પણ બ્લેક શાર્ક નામના ટોરપિડોના અભાવે મારકણી ન બની. ૨૦૦૨થી આજ દિન સુધી ‘સ્કોર્પિન’ને લઇ ભારતને એક પછી એક સંખ્યાબંધ હર્ડલ્સ નડ્યાં. ગયા મહિનાની આખરમાં વળી એક અણધારી રુકાવટ આવી, જેની ગંભીરતા જોતાં તેને હર્ડલ ન કહેતાં રીતસર મુસીબતનો પહાડ ગણવો જોઇએ. ‘સ્કોર્પિન’ સબમરીનન...

ભારત ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપમાં જોડાય અેમાં ચીનને કેમ પેટમાં દુખે છે ?

Image
ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપ/ NSG નું સભ્યપદ મેળવવા તાજેતરનાં વર્ષોમાં ભારત સરકારે વૈશ્વિક સ્તરે ડિપ્લોમેટિક અભિયાન ચલાવ્યું, જેના ભાગરૂપે વડા પ્રધાને બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા, મેક્સિકો વગેરે જેવા દેશોની મુલાકાત લીધી અને તેમના રાષ્ટ્રવડાઓને NSG સંગઠનમાં ભારતને સ્થાન અપાવવા માટે મનાવ્યા. સંગઠનમાં ભારતનું સ્થાન લગભગ પાકું હતું, પણ છેલ્લી ઘડીએ (જૂન ૨૨, ૨૦૧૬ના રોજ) ચીને ડિપ્લોમેટિક ફાચર મારીને ભારતની મુરાદ બર આવવા ન દીધી. ચીનના રાષ્ટ્રવડાએ NSG ના સૌ સભ્યદેશોને સ્પષ્ટ જણાવી દીધું કે ભારતને જો NSG નું સભ્યપદ આપો તો પાકિસ્તાનને શા માટે નહિ? બસ, મામલો ત્યાં અટકી પડ્યો. ભારતને NSG નું સભ્યપદ મળતાં રહી ગયું. પાકિસ્તાન જેવા બેજવાબદાર દેશને NSG સંગઠનમાં સામેલ ન કરાય એ તો જાણે જગજાહેર વાત છે, પણ NSG ના મેમ્બર થવું ભારત માટે અત્યંત જરૂરી શા માટે છે તે વિગતે સમજવા જેવું છે. ભારતમાં યુરેનિયમનો કુલ જથ્થો ૫૪,૦૦૦ ટન કરતાં વધારે નથી. આ પુરવઠા વડે ૧૦,૦૦૦ મેગાવોટનાં અણુમથકોની જરૂરિયાત તેમની આવરદા સુધી પૂરી થાય, જ્યારે વીજળીના ઉત્પાદન અંગે ભારતનો પ્લાન તો આવતા એકાદ દસકામાં બીજા ૧,૬૦,૦૦૦ મેગાવોટનો ...

ભારતના અેકમાત્ર સંસ્કૃત દૈ‌ન‌િકનો મદદ માટે છેલ્લો SOS સંદેશો

Image
એક જાણીતા અંગ્રેજી ન્યૂઝ મેગેઝિનના તંત્રીને કેટલાંક વર્ષ પહેલાં તેના વાચકે ફરિયાદભર્યો પત્ર લખ્યો કે, ‘તમારા સામયિકમાં દર ત્રીજે પાને જાહેરાત હોય છે, જેને કારણે માહિતીલેખોના વાંચનમાં વારંવાર બાધા આવે છે. એકાગ્રતા તૂટે છે અને રસભંગ થાય છે. આનો કોઇક ઉપાય કરો તો સારું !’ બીજા જ અંકે તંત્રીએ ફરિયાદનો પ્રત્યુત્તર સંપાદકીયમાં આપતા જણાવ્યું કે, ‘માન્યું કે સામયિકના દર ત્રીજે પાને જાહેરાત હોય છે, પણ એમ ન કરીએ તો કાગળ, પ્રિન્ટિંગ, વિતરણ, પગાર-ભથ્થાં વગેરેના ખર્ચા કાઢવા માટે સામયિકની કિંમત રૂા.૬૦ રાખવી પડે. અત્યારે તમે સામયિક માટે ફક્ત રૂા.૧૫ ચૂકવો છો તે એટલા માટે કે જાહેરાતોની આવકમાંથી અમારા ઘણાખરા ખર્ચ નીકળી જાય છે.’ આ બનાવને આજે તો લગભગ વીસેક વર્ષ થયાં. પેલા સામયિકની કિંમત રૂપિયા પચાસના આંકડે પહોંચી છે, તો અંકનાં પાનાંમાં અગાઉ કરતાં પચાસ ટકાથી વધુનો કાપ આવી ગયો છે. દર ત્રીજે-ચોથે પાને જાહેરાતની વર્ષો પુરાણી પ્રથા હજી ચાલુ છે, એટલે વાચકોને વાચનસામગ્રીના નામે મળતાં પાનાંનો જુમલો સાવ કંગાળ બન્યો છે. જાહેરાત પર નભતા (અગર તો જાહેરાત થકી ધરખમ આવક સારુ જ પ્રગટ થતા) મોટા ભાગના સામયિકોનું બિ...

જીપગાડીથી અગોસ્તા હે‌લ‌િકોપ્ટર : શસ્ત્રોના સોદા ભોપાળાં કેમ નીવડે છે ?

Image
અગોસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના તેમજ રફાલ વિમાનોના સોદાને લઇને ગયા મહિને દેશભરના સમાચાર માધ્યમોમાં ખાસ્સી ‘તાજગી’ રહી. એકમાં કેંદ્રસ્થાને રૂા.૩૬૦ કરોડના ભ્રષ્ટાચારનો મુદ્દો હતો, તો બીજામાં સંરક્ષણના ક્ષેત્રે સરકારનું ‘હોતા હૈ, ચલતા હૈ’ વલણ ઉજાગર થતું હતું. આ બેઉ સંજોગોને હવે તો સામાન્ય વાત ગણવી જોઇએ, કારણ કે આઝાદી પછી ભારતે અબજોના અબજો ડોલરનાં વિમાનો, રણગાડીઓ, યુદ્ધજહાજો, મિસાઇલ્સ, સબમરીનો અને તોપગોળા ખરીદ કર્યાં, પરંતુ સમ ખાવા પૂરતો એકેય સોદો નિષ્ઠાની અગર તો નીતિમત્તાની રાહે થયો નથી. વર્ષો પહેલાં બોફર્સ તોપોના તેમજ તાજેતરમાં અગોસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરોના કેસમાં બન્યું તેમ ફક્ત ખાયકી પાસે વાત અટકે તો એવું સમજીને દિલાસો મેળવી શકાય કે પ્રજાને હંમેશાં સત્તાલોભી તેમજ પૈસાલોભી રાજકર્તાઓ મળે છે, પરંતુ દેશની સલામતીના ભોગે ખોટું કે ખોડભર્યું શસ્ત્ર ખરીદવામાં આવે ત્યારે રાજકીય કે વહીવટી દુરાચાર અને દેશદ્રોહ વચ્ચે આછીપાતળી ભેદરેખા પણ રહેતી નથી. આ ભેદરેખા મિટાવતો પહેલી વારનો બનાવ ૧૯૪૮માં બન્યો કે જ્યારે આઝાદ ભારતે તેનો સૌ પ્રથમ સંરક્ષણ સોદો કર્યો. બ્રિટન પાસેથી એ વર્ષે રૂા.૮૦ લાખના બદલામ...

ભગત‌સ‌િંહનો જાન લેવાની બ્ર‌િટ‌િશ સાજ‌િશનું સસ્પેન્સ ૮પ વર્ષે ખૂલે છે

Image
પાકિસ્તાનની લાહોર હાઇ કોર્ટમાં એક નાટકીય અદાલતી ખટલો કેટલાક મહિનાઓથી ચાલી રહ્યો છે. લાંબી મુદત બાદ હમણાં ફરી તેના પર કાર્યવાહી શરૂ થઇ છે. કેસ નાટકીય એટલા માટે છે કે જેની સામે મંડાયો છે તે આરોપીની અદાલતમાં ક્યારેય હાજરી હોતી નથી. (આરોપીનું નામ : બ્રિટિશહિંદ સરકાર). કેસ જેને માટે લડાઇ રહ્યો છે તે વ્યક્તિ પણ અદાલતમાં ઉપસ્થિત રહેતી નથી. (વ્યક્તિનું નામ : ભગતસિંહ). આમ છતાં ઇમ્તિઆઝ રશીદ કુરેશી નામના બુઝુર્ગ પાકિસ્તાની વકીલ લાહોર કોર્ટમાં ભગતસિંહ મેમોરિઅલ ફાઉન્ડેશન વતી કેસ લડી રહ્યા છે. આ ફાઉન્ડેશને (૧૯૨૯ના અરસાની) બ્રિટિશહિંદ સરકાર સામે આરોપ મૂક્યો છે કે ભગતસિંહ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવાના પૂરતા તેમજ નક્કર પુરાવા ન હોવા છતાં તત્કાલીન સરકારે એ ક્રાંતિકારીને ફાંસીની સજા ફરમાવી દીધી હતી. આ સરાસર ગેરકાનૂની પગલું હતું, જે ભરવા બદલ  બ્રિટિશહિંદ સરકાર વતી વર્તમાન રાણી એલિઝાબેથે પાકિસ્તાનના તેમજ ભારતના લોકોની માફી માગવી જોઇએ. ભારતમાં વસતા ભગતસિંહના પરિવારને વળતરરૂપે અમુક રકમ પણ આપવી જોઇએ. માર્ચ ૨૩, ૧૯૩૧ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ક્રાંતિકારી ત્રિપૂટીએ લાહોરની જેલમાં ફાંસીનો ગ...