આમ પહોંચી ભારતની आम જગતના ૧૯૪ દેશોમાં

ભારતની આમ વખત જતાં ‘ફળોના રાજા’ તરીકે ખાસ શી રીતે બની? હાફુસ, કેસર, પાયરી, બદામ, લંગડો, દશેરી, રાજાપુરી, તોતાપુરી, ગુલાબી, વનરાજ, જમાદાર, નીલમ... કેરીની જાણીતી વેરાઇટીનાં આથી વધુ નામો કદાચ આપણે લઈ ન શકીએ. કેરી વિશે જરા વધુ જ્ઞાન હોય તો ઉપરોક્ત લિસ્ટમાં વધુ કેટલાંક નામો ઉમેરી શકાય—અને છતાં ઉમેરો કર્યા પછી જે લાંબું લિસ્ટ બને તે કેરીની કુલ સ્પીસિસના આંકડા સામે નગણ્ય લેખાય તેટલું ટૂંકું સાબિત થાય. ભારતના નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડે કરેલી સત્તાવાર નોંધણી અનુસાર આપણે ત્યાં કેરીની ૧,પ૦૦ વેરાઇટી થાય છે. દરેકનું કદ, કલર, સ્વાદ અને સોડમ એકમેકથી સાવ નોખાં! સવાર-સાંજના ભોજનમાં દૈનિક ૪ પ્રકારની કેરીને ‘ન્યાય’ આપો તો પણ ૧,પ૦૦ વેરાઇટી ચાખી રહેતાં ૩૭પ દિવસ લાગે અને અંતિમ દિવસે પાછું એ નક્કી કરવું મુશ્કેલ બને કે તમામ પૈકી સૌથી મજેદાર વેરાઇટી કઈ? સામાન્ય રીતે હાફુસ અને કેસર જેવી જાણીતી તથા માનીતી કેરીને આપણે સ્વાદ-સોડમના મામલે સૌથી ટેસ્ટફુલ ગણીએ. અલબત્ત, grafting/ કલમ પદ્ધતિ વડે વિકસાવવામાં આવેલી કેટલીક હાઇબ્રિડ વેરાઇટી આપણી માનીતી કરતાં ચડિયાતી સાબિત થાય એ સંભવ છે, કેમ કે તેમાં બે જાતવાન ક...