...આખરે ‘સફારી’ ફેસબૂક પર !

ઓરકુટ અને ફેસબૂક પર ઘણાં વર્ષથી ‘સફારી’ના નામની (અનધિકૃત) કમ્યૂનિટી ચાલે છે. આ કમ્યૂનિટીઝ સામે કશો વાંધો નથી--અને હોવો પણ ન જોઇએ, કેમ કે ‘સફારી’ના હજારો વાચકોને ઓરકુટ તેમજ ફેસબૂક પર વિચાર-વિમર્શ કરવાનું (અધિકૃત) પ્લેટફોર્મ ખુદ ‘સફારી’એ જ પૂરૂં પાડ્યું ન હતું.


આજે તે ઓવરડ્યૂ કામનું કોણ જાણે શી રીતે એકાએક મૂહુર્ત નીકળી આવ્યું અને ફેસબૂક પર ‘સફારી’નું પેજ એકાએક જ ઊભું કરી દીધું. આ પેજ તર્કબદ્ધ અને બુદ્ધિગમ્ય ચર્ચાનું પ્લેટફોર્મ બની રહે તો પેજના સર્જકની ૨૩ મિનિટ અને ૪૦ સેકન્ડની ‘જબરજસ્ત’ મહેનત લેખે લાગશે !

‘સફારી’ના ફેસબૂક રસિક વાચકો માટે પેજની લિંક...

Comments

  1. Thanks for being with us on social networking sites. Will tell all my friends to join it...:)))

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya