Popular posts from this blog
Vijaygupta Maurya
૧૯૦૯--૨૦૦૯ વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિ વિજયગુપ્ત મૌર્ય--જ્ઞાનવિજ્ઞાનનો ચલતોફિરતો જ્ઞાનકોશ તારીખ તો બરાબર યાદ નથી, પણ વર્ષ ૧૯૫૭નું હતું. ભારતીય નૌકાદળનું યુદ્ધજહાજ INS રણજીત હિન્દી મહાસાગરમાં હંકારી રહ્યું હતું. મુંબઇથી મૂળ તો તે એડન જવા માટે નીકળેલું, પણ એડનમાં રોગચાળો ફાટી નીકળ્યાના સમાચાર મધદરિયે મળ્યા પછી જહાજે પૂર્વ આફ્રિકાની દિશા પકડી હતી. હવે તે કેન્યાના મોમ્બાસા બંદર તરફ આગળ વધી રહ્યું હતું. કાંઠો હજી કેટલાક કિલોમીટર દૂર હતો ત્યાં જહાજના વાયરલેસમાં મેસેજ ઝીલાયો. મેસેજ મોમ્બાસા બંદરેથી હતોઃ ‘આપના જહાજ પર વિજયગુપ્ત મૌર્ય નામના પત્રકાર હાજર છે? જો હોય તો એમને જાણ કરો કે તેઓને મળવા માટે અહીં ગુજરાતીઓની ભીડ જામી છે.’ ‘નહિ, એ નામની કોઇ વ્યક્તિ અમારા જહાજ પર નથી!’ INS રણજીત પર ફરજ બજાવી રહેલા કોમોડર એસ. એમ. નન્દાએ પ્રત્યુત્તર આપ્યો. ‘અહીં એક જ પત્રકાર છે અને તેમનું નામ મિસ્ટર વાસુ છે, વિજયગુપ્ત મૌર્ય નહિ.’ નન્દાએ ફોનનું રીસિવર મૂક્યું. આ સાંભળી કોમોડર નન્દાની બાજુમાં ઉભેલા પત્રકાર તરત બોલી ઉઠ્યા--‘એ હું જ છું... મારા વાચકો મને વિજયગુપ્ત મૌર્ય તરીકે ઓળખે છે.’ નન્દા આશ્ચર્ય પામી ગયા. ...
Vijaygupta Maurya
૧૯૦૯--૨૦૦૯ વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિ આવે છે...જંગલનો શહેનશાહ ‘શેરખાન’ વિજયગુપ્ત મૌર્યની જન્મશતાબ્દિ નિમિત્તે તારીખ ૨૬ માર્ચ, ૨૦૦૬ ના રોજ તેમનું બેસ્ટ-સેલર પુસ્તક ‘શેરખાન’ નવા રૂપરંગ સાથે પ્રગટ કરાયું છે. વર્ષો પહેલાં ‘રમકડું’માં હપતાવાર છપાયેલી ‘શેરખાન’ ૧૯૬૫માં પહેલી વાર પુસ્તકરૂપે પ્રગટ થઇ એ પછી તેની કુલ ત્રણ આવૃત્તિ પ્રગટ થઇ ચૂકી છે. આ પુસ્તકનો હીરો ‘શેરખાન’ નામનો વાઘ છે અને વાર્તાનો પ્લોટ હિમાલયનાં જંગલો છે. વિજયગુપ્ત મૌર્ય લિખિત ‘શેરખાન’ માત્ર વાર્તા નહિ, જ્ઞાનનો પણ અજોડ ભંડાર છે. વાર્તા સાથે જ્ઞાનનું મિશ્રણ કેટલું મજેદાર રીતે કરી શકાય તેનું પણ અજોડ દ્રષ્ટાંત હોય તો એ ‘શેરખાન’ છે.
ગુજરાતી સફારીના વાચકો પણ મેગા પિક્સેલ... ની રાહ જોઈ રહ્યા છે! કલર પાનાની સમસ્યા છે પણ ત્રીજા કે બીજા કવર પેજ પર કરી શકાય તો પણ મજા પડે...
ReplyDeleteGreat!!
ReplyDeleteખૂબ જ ફૉટૉગ્રાફસ!
ReplyDelete'સફારી'માં પ્રસિધ્ધ થવાથી કિશોર ગુજરાતી વાંચકને પણ આ વિષયનાં ગૂઢ રહસ્યોનો રોમાંચ માણવા મળશે.
this is great work. i would also want to share my work, on lunar eclipse. i make album on it. it is here: http://mvshahinfo.blogspot.com/2011/12/photo-pics-lunar-eclipse.html
ReplyDeleteAbsolutely Amazing!!
ReplyDeleteઅદ્ભૂત, સુંદર, દર્શનિય, વિરલ...
ReplyDeleteVery nice work
ReplyDelete