Posts

બિનસાંપ્રદાયિકતાની હાંસી ઊડાડતું અનામતનું રાજકારણ

સંપાદકનો પત્ર 'Safari' April, 2010 આન્ધ્ર પ્રદેશમાં ત્યાંના પછાત વર્ગના મુસ્લિમો માટે શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ સરકારી નોકરીમાં ચાર ટકા અનામત રાખવાના સમાચાર ગયે મહિને આવ્યા. આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો ભણીગણીને આગળ વધે અને સરકારી કચેરીઓમાં તેમને નોકરી મળી શકે એ માટે તેમને અમુક ક્વોટા બાંધી આપવો એ બેશક આવકારદાયક પગલું છે, પરંતુ સમાજના અમુક વર્ગને ‘પછાત’નું લેબલ માર્યા પછી એ લેબલ પર વળી ધર્મનું અને જાતિનું લેબલ શા માટે ચિપકાવવામાં આવે છે એ સમજાતું નથી. આર્થિક તેમજ સામાજિક રીતે પછાત રહી જવા પામેલા લોકોને અનામતના કાયદા વડે પગભર બનાવવા જ હોય તો એ લોકો કઇ જાતિના કે ધર્મના છે તેનાથી સરકારે શા માટે નિસ્બત રાખવી જોઇએ ? ક્વોટાની ટકાવારી તેમની આર્થિક પહોંચને અનુલક્ષીને કરવી જોઇએ, નહિ કે તેમના ધર્મને કે જાતિને ધ્યાનમાં લઇને. દિલ્હીની કોંગ્રેસ સરકાર બિનસાંપ્રદાયિકતાની સખત અને સતત તરફેણ કરતી હોય છે. સેક્યુલારિઝમની વ્યાખ્યા એમ કહે છે કે સેક્યુલારિસ્ટ સરકારે દેશના રાજકારણને, કાયદો અને વ્યવસ્થાને તેમજ શિક્ષણપ્રથાને ધર્મસંપ્રદાયોથી તેમજ પ્રજાની નાતજાતથી પર રાખવા જોઇએ. આન્ધ્ર પ્રદેશમા...

MPLADS: ‘વિકાસ’ સંસદસભ્યોનો, રકાસ રાજ્યબંધારણનો

સંપાદકનો પત્ર 'Safari' March, 2010 આ દેશમાં રાજકીય સ્તરે કેટલીક એવી ગેરરીતિઓ ચાલે છે કે જેમનું બિલ આમજનતાએ સીધી કે આડકતરી રીતે ચૂકવવું પડતું હોવા છતાં તેઓ ચર્ચાનો મુદ્દો બનતી નથી. ખરેખર તો સવા ચારસો વર્ષ લાંબો ગુલામીકાળ કોઠે પાડી ચૂકેલા લોકો તેમને ધ્યાન પર જ લેતા નથી. ધ્યાન ફિલ્મોમાં, રેઢિયાળ ન્યૂઝ ચૅનલોમાં, ટી.વી. સીરિઅલમાં, ક્રિકેટમાં અને મોબાઇલ ફોનમાં હોય છે. એક દાખલો કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકારો દ્વારા અખબારોમાં છાશવારે કરાતી ફુલપેજ જાહેરખબરોનો છે, જેમાં પહેલો ફોટો યુ.પી.એ.નાં ચેરપર્સન સોનિયા ગાંધીનો હોય છે. આ મહિલાનો કશો સરકારી હોદ્દો નથી, માટે સરકાર તેમની જાહેરખબરોમાં તેમના ફોટાનો ચોરસ સેન્ટિમીટર લેખે ભાવ ચૂકવી સરવાળે એ બોજો પ્રજાના માથે નાખી શકે નહિ. ઇન્કમ ટેક્સ ન ભરતા લોકોએ પણ એક્સાઇઝ ડ્યૂટી જેવા ઇન્ડાયરેક્ટ ટેક્સરૂપે એ ખર્ચ ભોગવવો પડે છે. ૨૦૦૯ ના વર્ષ દરમ્યાન વર્તમાનપત્રોને સૌથી વધુ જાહેરખબરો વિવિધ સરકારોએ આપી, જેમાંની ઘણી ફુલપેજ હતી. પશ્ચિમના લોકશાહી દેશોમાં પ્રજા આવો ખર્ચ કદાપિ સાંખી ન લે, પરંતુ આપણે જુદી પ્રજા છીએ. ઉદાસિનતાનું બીજું ઉદાહરણ--થોડા મહિના અગાઉ ...

સિદ્ધહસ્ત લેખક વિજયગુપ્ત મૌર્યને અંજલિ આપતો કાર્યક્રમ

વિજ્ઞાનમાં આગળ પડતું યોગદાન આપનાર વૈજ્ઞાનિકોને તેમજ વિજ્ઞાનને પોતાની કલમ વડે લોકભોગ્ય બનાવનાર લેખકોને અંજલિ આપતો ‘શતાબ્દિવંદના’ નામનો કાર્યક્રમ બોરિવલી એજ્યુકેશન સોસાયટીનું પાસ્ટ સ્ટુડન્ટ્સ એસોસિએશન ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૦ ના રોજ મુંબઇમાં બોરિવલી ખાતે યોજી રહ્યું છે. જ્ઞાનવિજ્ઞાનના વિવિધ વિષયો પર સરળ તેમજ રસાળ શૈલીમાં માહિતીલેખો વડે ગુજરાતી વાચકો સમક્ષ જ્ઞાનનો અઢળક ખજાનો રજૂ કરનાર લેખક વિજયગુપ્ત મૌર્ય ને તેમની જન્મશતાબ્દિ નિમિત્તે ‘શતાબ્દિવંદના’ કાર્યક્રમમાં અંજલિ આપવામાં આવશે. કાર્યક્રમમાં વિજયગુપ્ત મૌર્યના કલમવારસ તેમજ ‘સફારી’ના તંત્રી નગેન્દ્ર વિજય પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની તારીખઃ ફેબ્રુઆરી ૧૪, ૨૦૧૦ કાર્યક્રમનો સમયઃ સવારે ૧૦ થી ૧ સ્થળઃ નેત્રમંદિર હોલ, ચોથો માળ, મેડોના કોલોની, સરદાર પટેલ રોડ, ભગવતી હોસ્પિટલ પછીની ગલી, બોરિવલી (પશ્ચિમ). મુંબઈ.

'વાંચે ગુજરાત' : Knowledge is power સૂત્રને અમલમાં મૂકતો પ્રોજેક્ટ

સંપાદકનો પત્ર 'Safari' February, 2010 ભારતની શિક્ષણ પદ્ધતિને ધરમૂળથી બદલવાનાં મંતવ્યો, પ્રસ્તાવો અને સૂચનો આજ દિન સુધી એટલી મોટી સંખ્યામાં કરાયાં છે કે તેમનું એક સંકલિત પુસ્તક બનાવો તો તે દળદાર ગ્રંથનું સ્વરૂપ પામે. ભારતમાં અંગ્રેજોએ વર્ષો પહેલાં દાખલ કરેલી (અને એક્સ્પાયરી ડેટ ક્યારની વટાવી ચૂકેલી) શિક્ષણપ્રણાલિમાં શા ફેરફારો કરવા, કેવી રીતે જે તે ફેરફારનું અમલીકરણ કરવું અને શી રીતે સર્વાનુમતે તેને સ્વીકૃતિ અપાવવી તે અંગેનું પિષ્ટપેષણ જો કે આપણે ત્યાં એટલું લાંબું ચાલતું હોય છે કે ઘણાં ખરાં મંતવ્યો, પ્રસ્તાવો અને સૂચનો સહજ કાગળ પર જ રહી જવા પામે છે. દરમ્યાન કિંમતી સમય વીતતો જાય છે અને નવી પેઢી તેના પાઠ્યપુસ્તકિયા જ્ઞાનના આધારે ‘ગ્રેજ્યુએટ’ના સિક્કા સાથે સ્કૂલ-કોલેજોમાં તૈયાર થઇને નીકળે છે. ભારતની ‘ડિગ્રી ડ્રિવન’ સોસાયટીમાં એ પેઢી આજે ભલે પોતાનું ફોડી લેતી હોય, પણ આવતી કાલે જમાનો ‘નૉલેજ ડ્રિવન’ સોસાયટીનો હશે. ડિગ્રીનું ખાસ મહત્ત્વ એવા માહોલમાં રહેવાનું નથી. નેશનલ તેમજ મલ્ટિનેશનલ કંપનીઓમાં ઉમેદવારની પસંદગી જે તે વિષયમાં તેના નૉલેજના આધારે તેમજ વૈચારિક કૌશલ્યના આધારે થવાની છે. ટૂં...

રાજકારણમાં અટવાયેલો રાજ્યોના વિભાજનનો મુદ્દોઃ અર્થશાસ્ત્રની નજરે

સંપાદકનો પત્ર 'Safari' January, 2010 તેલંગણને અલગ રાજ્યનો દરજ્જો આપવાના વિવાદનો ઉભરો પચાસેક વર્ષ પહેલાં પ્રથમ વખત ચડ્યો એ પછી આજે ફરી વખત એ મુદ્દે રાજકીય પક્ષો આમનેસામને આવી ચડ્યા છે. તેલંગણને આંધ્ર પ્રદેશથી વિખૂટું પાડી તેને અલગ રાજ્ય તરીકે સ્વીકૃતિ અપાવવા માટેની ચળવળ રોજેરોજ જોર પકડી રહી છે. વખત જતાં ચળવળનું જોર કેટલું વધે કે ઘટે તેનો આધાર કેન્દ્ર સરકારની નીતિ પર અવલંબે છે. દરમ્યાન ભાષાવાદના નામે થઇ રહેલી તેલંગણની માગણીના મુદ્દાને પોલિટિકલ પોઇન્ટ બનાવી આગેવાનો તેનો પૂરો લાભ ઊઠાવી રહ્યા છે. અલબત્ત, રાજકારણને ઘડીભર અભેરાઇએ ચડાવી દો. ભારતની એકતા અને અખંડિતતાના ગુણગાન ગાતું ‘વિવિધતા મેં એકતા’નું પેલું ગોલ્ડન સૂત્ર પણ હમણાં બાજુએ મૂકી દો. તેલંગણને નોખા રાજ્યની ઓળખાણ આપવાની આખી વાતને હવે જુદા સંદર્ભે વિચારો, જેમાં કેન્દ્રસ્થાને રહેલી વાત રાજ્યના સુયોજિત શાસનને લગતી છે તેમજ આર્થિક પ્રગતિની છે--ભાષાવાદની કે પ્રાન્તવાદની નથી. રાજ્યનો ફેલાવો કદમાં નાનો હોય ત્યારે તેની પ્રગતિનો ગ્રાફ કેટલી હદે ઊંચે ચડે તેના એક નહિ, પણ ત્રણ દાખલા નજીકના ભૂતકાળમાં ભારતને જોવા મળ્યા છે. પહેલો દાખલો ઉત્તર પ...

ભારતની પેચવર્કવાળી સુરક્ષાવ્યવસ્થામાં હજી જબરાં છીંડાં છે

Image
સંપાદકનો પત્ર 'Safari' December 2009 મુંબઇ પર અજમલ કસબ ઍન્ડ કંપનીએ આતંકવાદી હુમલો કરી સેંકડો લોકોને જોતજોતામાં મોતને ઘાટ ઉતારી દીધા તે બનાવને ગયા મહિને ૨૬મી તારીખે એક વર્ષ પૂરૂં થયું. આ પ્રસંગ નિમિત્તે સરકારે આતંકવાદીઓનો ભોગ બનેલા કમનસીબ ભારતીયો પ્રત્યે શોક જતાવ્યો અને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ ચલાવતા પાકિસ્તાન સામે રોષનો શાબ્દિક બળાપો કાઢીને સંતોષ માન્યો. ટૂંકમાં, આગુ સે ચલી આતી પ્રણાલિનું આપણી સરકાર દ્વારા ફરી એક વખત વન્સ મોર થયું. ૨૬ મી નવેમ્બરનો દિવસ વીતી ગયો, એટલે શોકનો અને રોષનો જુવાળ શમી ગયો અને એક વર્ષ પહેલાં મુંબઇમાં જાણે કે કશું બન્યું નહોતું એમ બધું (રાબેતા મુજબ) ભુલાઇ ગયું. રાત ખતમ, એટલે બાત ખતમ ! પાકપ્રેરિત આતંકવાદ ભોગવવાનું ભારતના લમણે લખાયું છે. અઢી દાયકા પહેલાં કાશ્મીરમાં શરૂ થયેલી આતંકવાદી પ્રવૃત્તિઓનો રેલો હવે છેક મુંબઇ સુધી પહોંચ્યો છે. આમ છતાં આતંકવાદને નાથવાની વાત આવે ત્યારે દિલ્હીની સરકારોનું વલણ હંમેશાં ઢીલુંપોચું રહ્યું છે. કંઇક હદે નફિકરૂં પણ રહ્યું છે, માટે મુંબઇના કેસમાં બન્યું તેમ દરેક આતંકવાદી હુમલા વખતે સરકારી તંત્ર ઊંઘતું ઝડપાય છે. આતંકવાદીઓના હા...

ફ્રાન્સઃ ‘સફારી’ની સ્ટડી ટૂરનું સફરનામું (ભાગ-૫--અને છેલ્લો)

Image
શામોની મો બ્લાં ઓક્ટોબર ૨૩, ૨૦૦૯ આજે Aiguille Du Midi/એગ્વિલ દયૂ મિદી કેબલ કાર મારફત મો બ્લાંને અત્યંત નિકટથી જોવાનો પ્રોગ્રામ હતો. સવારે ઊઠીને સૌ પહેલાં નજર મો બ્લાં પર્વત પર પડી અને મૂડ જરા બગડ્યો. વાદળોનું ધાડું પ્રોગ્રામમાં અવરોધ બનીને આવી ચડ્યું હતું. આમ છતાં ‘જો હોગા, દેખા જાયેગા’નો અભિગમ અપનાવી અમે કેબલ કારની ટિકિટ ઓફિસે ગયા. કાઉન્ટરે બેઠેલી મહિલાએ સલાહ આપી કે આજે મો બ્લાંની મુલાકાત લેવાનું ટાળો તો સારૂં, કેમ કે ઉપર વાતાવરણ ચોખ્ખું નથી અને વાદળોની ઓથે ઢંકાયેલું મો બ્લાંનું શિખર જોવા ન મળે એ સંભવ છે. ઘડીભર અમે વિચારમાં પડ્યા. રોપ-વેની ટિકિટનો ચાર્જ જેવોતેવો ન હતો. બીજી તરફ શામોનીથી આવતી કાલે પેરિસ જવા નીકળી જવાનું હતું. છેવટે ટિકિટ ખરીદી અને એગ્વિલ દયૂ મિદી કેબલ કારમાં બેઠા. (ફ્રેન્ચ ભાષામાં એગ્વિલ દયૂ મિદી એટલે મધ્યાહન બતાવતો ઘડિયાળનો કાંટો. એગ્વિલ = સોય અથવા કાંટો; દયૂ = ની; મિદી = બપોર). મો બ્લાં પર્વતની પડખે આવેલા ઊંચા પર્વત સુધી પહોંચવા માટેનું લગભગ ૨,૮૦૦ મીટરનું ચઢાણ એગ્વિલ દયૂ મિદી કેબલ કાર અત્યંત તીવ્ર ખૂણે ચઢે છે--અને તે બદલ તેના નામે વિશ્વવિક્રમ બોલે છે. કેબલ કારમાં સાર...