Posts

પોલિટિકલ વિલના અભાવે વધી રહેલું ભારતનું શસ્ત્ર-આયાતબિલ

Image
પચ્ચીસેક વર્ષની એકધારી તપશ્ચર્યાના અંતે ભારતીય નિષ્ણાતોએ તૈયાર કરેલું વિમાનવિરોધી ‘આકાશ’ મિસાઇલ ગયે મહિને આપણી વાયુસેનામાં તેમજ ખુશ્કીદળમાં સામેલ કરવામાં આવ્યું. આ બનાવે સંરક્ષણ ટેક્નોલોજિના ક્ષેત્રે ભારતીય ઇજનેરોની કોઠાસૂઝ, આવડત અને ક્ષમતા તરફ આખા જગતનું ધ્યાન ખેંચ્યું, કેમ કે ભૂમિ પરથી દાગી શકાતાં જગતનાં સૌ વિમાનવિરોધી મિસાઇલોની તુલનાએ આપણું ‘આકાશ’ ઘણી રીતે ચડિયાતું છે. વળી અન્ય મિસાઇલો કરતાં કિંમતમાં ૧૦ ગણું સોંઘું છે. પરિણામે મલયેશિયા જેવા અમુક દેશોએ ‘આકાશ’ મિસાઇલની ખરીદીમાં ઊંડો રસ દાખવ્યો છે. Akash Missile Launcher આ બનાવ એ વાતનો સૂચક છે કે શસ્ત્રઉત્પાદનના મામલે ભારત ધારે તો સ્વાવલંબી બની શકે તેમ છે એટલું જ નહિ, શસ્ત્રનિકાસના બહુ મોટા આંતરરાષ્ટ્રીય બજારમાં કાઠું કાઢી શકે તેમ છે. ‘આકાશ’ મિસાઇલની માફક એન્ટિટેન્ક ‘નાગ’ મિસાઇલ, સરફેસ-ટુ-સરફેસ ‘પૃથ્વી’ તેમજ ‘અગ્નિ’ વગેરે જેવાં સ્વદેશી મિસાઇલોનો પણ આજે જગતમાં જોટો નથી. ‘તેજસ’ જેવું લડાકુ વિમાન તો આજ દિન સુધી કોઇ દેશ બનાવી શક્યો નથી, જ્યારે મઝગાંવ ગોદીમાં બનેલી ‘દિલ્હી’, ‘મુંબઇ’ અને ‘મૈસૂર’ જેવી વિનાશિકાઓ તથા ‘શિવાલિક’ વર્ગની સ્...

વાંગડુંગ : ૨૫ વર્ષથી ચીનની એડી નીચે દબાયેલો ભારતીય પ્રદેશ

Image
ભારતના અરુણાચલ પ્રદેશને અલાયદા રાજ્યનો દરજ્જો મળ્યાને ગઇ ફેબ્રુઆરી ૨૦ ના રોજ ૨૫ વર્ષ પૂરાં થયાં. પ્રસંગ સિલ્વર જૂબિલિનો હતો, જેની ઉજવણીના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અરુણાચલ પ્રદેશની રાજ્ય સરકારે આપણા સંરક્ષણમંત્રીને તેડાવ્યા. દેશના સંરક્ષણમંત્રી પોતાના જ દેશના એકાદ રાજ્યની મુલાકાત લે એ બાબત આમ તો સામાન્ય ગણાય, પરંતુ ચીનને એ બાબત સામાન્ય ન લાગી. અરુણાચલ પ્રદેશમાં આપણા સંરક્ષણમંત્રીની હાજરી તેને કઠી--અને તે પણ એટલી હદે કે ચીનના વિદેશમંત્રીએ તીખા શબ્દોમાં વિરોધ વ્યક્ત કરી એવા મતલબનું નિવેદન આપ્યું કે અરુણાચલ પ્રદેશમાં ભારતીય શાસકોનું આવવું બેય દેશો વચ્ચેના શાંતિસંબંધોને જોખમમાં મૂકી શકે છે.  ચીનના વિદેશમંત્રીએ પોતાનો વિરોધ કર્યો કે પછી ભારતને ઠાવકી ભાષામાં ધમકી આપી એ નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ એક વાત નક્કી છે : અરુણાચલ પ્રદેશને રાજકીય તેમજ ભૌગોલિક રીતે પોતાનો ભાગ ગણતી બિજિંગ સરકાર એ સ્થળે ભારતીય આગેવાનોની હાજરી સાંખી લેવા માગતી નથી. ચારેક વર્ષ પહેલાં વડા પ્રધાન મનમોહન સિંહે જ્યારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી ત્યારે પણ બિજિંગ સરકારના પેટમાં તેલ રેડાયું હતું અને ડિપ્લોમેટિક...

ફૂડ સિક્યૂરિ‌ટિ બિલ : ફૂલપ્રૂફ કે ફિતૂર ?

Image
'The Indian National Congress pledges that every family living below the poverty line either in rural or urban areas will be entitled, by law, to 25 kgs of rice or wheat per month at Rs. 3 per kg.' દેશના ગરીબોને ત્રણ રૂપિયે કિલોના ભાવે અનાજ પૂરું પાડવાનું વચન આપતું ઉપરોક્ત વાક્ય ૨૦૦૯ની લોકસભા ચૂંટણી વખતે કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં છાપ્યું હતું. સરકાર ગમે તે પક્ષની હોય, પરંતુ ચૂંટણીપરિણામો બાદ પોતાના ઘોષણાપત્રને અભેરાઇએ ચડાવી દેવાની આગુ સે ચલી આતી પરંપરાને દરેક પક્ષ અનુસરે છે. કોંગ્રેસે થોડા વખત પહેલાં એ પરંપરામાં જરા અપવાદ સર્જ્યો અને ૨૦૦૯માં દેશના ગરીબોને સસ્તા ભાવનું અનાજ પૂરું પાડવાનો જે વાયદો તેણે કર્યો હતો તેના અમલીકરણનો મેગાપ્રોજેક્ટ એકાએક હાથ ધર્યો. ફૂડ સિક્યૂરિટિ બિલના નામે બહુ ચગેલો એ મેગાપ્રોજેક્ટ સંસદમાં ભારે ધાંધલ બાદ આખરે પાસ થઇ ગયો. ધાંધલ મચ્યાનું કારણ એ કે પ્રોજેક્ટ રૂા. ૧,૦૦,૦૦૦ કરોડનો છે. આ ખર્ચાળ મેગાપ્રોજેક્ટ દેશમાં વ્યાપેલો ભયંકર ભૂખમરો દૂર કરવાના ઉમદા આશયથી હાથ ધરાયો હોત તો પ્રજાના પૈસા લેખે લાગત, પણ કોંગ્રેસે ફૂડ સિક્યૂરિટિ બિલના નામે પોલિટિકલ સોગઠી ખે...

ગીરનારનો રોપ-વે ગીરનારી ગીધ માટે 'સ્‍વર્ગની સીડી' બની જશે ?

Image
રામાયણના જટાયુને બાદ કરો તો મડદાં પર નભનારાં ગીધને આપણે ત્યાં ખાસ આદરભરી નજરે જોવાતાં નથી, પણ છેલ્લાં પાંચ-સાત વર્ષ દરમ્યાન તેમનાં માનપાન અને માવજત વધ્યાં છે. વધવાનું કારણ તેમની વસ્તીમાં ચિંતાજનક હદે થયેલો ઘટાડો છે. ૧૯૮૦ના દસકામાં ભારતનાં ૬ સ્પીસિસનાં ગીધોનો કુલ વસ્તીઆંક જ્યાં આઠેક કરોડ જેટલો ગણાતો ત્યાં આજે તે થોડાક હજાર પર આવી ગયો છે. ગુજરાતની વાત કરો તો ૨૦૦૫માં ફક્ત ૨,૬૫૦ ગીધ બચ્યાં અને હવે તો આબાદી ૧,૪૦૦ કરતાં પણ ઓછી છે. આ તારાજી પાલતું ઢોરઢાંખરોને શારીરિક સોજાના ઓસડ તરીકે અપાતી ડાઇક્લોફેનેક નામની દવાને આભારી છે. દવાનું C 22 H 38 O 5 એવું રાસાયણિક બંધારણ ઢોરોનાં મડદાં ખાનાર ગીધોની કિડનીને ખુવાર કરી નાખે છે, એટલે લાંબે ગાળે તેમનું મૃત્યુ નીપજે છે. કેંદ્ર સરકારે ૨૦૦૬માં ડાઇક્લોફેનેકને પ્રતિબંધિત જાહેર કર્યા છતાં તેના વેચાણમાં તથા વપરાશમાં ખાસ ફરક પડ્યો નથી. પરિણામે કુદરતના સફાઇ કામદાર જેવાં ગીધોનો સફાયો ચાલુ છે. સૌથી વધુ ઘટાડો Long-billed vulture/ગીરનારી ગીધની સંખ્યામાં થયો છે. ખુદ ગીરનારના ૧૮૦ ચોરસ કિલોમીટરના જંગલમાં એ સ્પીસિસનાં ગીધ દુર્લભ બન્યાં છે. એક સમયે તેઓ એટલી મબલખ સંખ્યા...

ચંદ્રકળા -- ડિસેમ્‍બર ૧૦, ૨૦૧૧

Image
ડિસેમ્‍બર ૧૦, ૨૦૧૧ની મોડી સાંજે પૂર્વના આકાશમાં જે અદભૂત સ્‍કાય-શો જોવા મળ્યો તેની કેમેરામાં ઝડપાયેલી પળો-- નોંધઃ આ તસવીરો અંગ્રેજી 'સફારી'ના જાન્‍યુઆરી ૨૦૧૨ના અંકમાં 'મેગાપિક્સેલ' વિભાગ હેઠળ પ્રગટ કરી છે.

ટેલિવિઝન ન્‍યૂઝચેનલો : Breaking ના નામે હાંકે રાખોની હરિફાઇ

Image
એક જાણીતી ન્યૂઝ ચેનલના સંવાદદાતાએ થોડા વખત પહેલાં યોગગુરુ બાબા રામદેવને ઇન્ટર્વ્યૂ દરમ્યાન સવાલ કર્યો : ‘ભ્રષ્ટાચાર સામે વિરોધ કરી રહેલી ટીમ અણ્ણા દેશના કાળા નાણાં વિશે કોઇ મુદ્દો ઉઠાવી નથી રહી. આ બાબતે તમારો શો અભિપ્રાય છે ?’ બાબા રામદેવ : ‘એ તેમનો વ્યક્તિગત મામલો છે. કાળા નાણાંના મુદ્દાને તેઓ ટેકો આપે કે ન આપે તેનાથી મને કશો ફરક પડતો નથી. ટીમ અણ્ણાએ ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન શરુ કર્યું એ પહેલાંથી હું કાળા નાણાં સામે ઝૂંબેશ ચલાવી રહ્યો છું. આ ઝૂંબેશ મારી રાષ્ટ્રીય ફરજ છે. અણ્ણા હજારે તે ઝૂંબેશને ટેકો આપે તો ઠીક અને ન આપે તો પણ ઠીક.’ આટલો વાર્તાલાપ પૂરો થયો ત્યાં બીજી જ મિનિટે ન્યૂઝચેનલે તેના લાઇવ સમાચારનું મથાળું બાંધ્યું : Breaking News: Baba Ramdev attack on Team Anna! રામદેવે ટીમ અણ્ણા વિરુદ્ધ કોઇ પણ જાતનું જલદ વાક્ય ઉચ્ચાર્યું ન હતું. ઊલટું, ન્યૂઝરિપોર્ટરે પોતે તેના સવાલમાં એમ કહ્યું કે ટીમ અણ્ણા દેશના કાળા નાણાંના મુદ્દે અવાજ ઊઠાવતી નથી અને છતાં ન્યૂઝચેનલે રાઇનો પર્વત ઊભો કર્યો. આ પ્રસંગ ભારતનું ઇલેક્ટ્રોનિક મીડિઆ હજી કેટલું અપરિપક્વ છે તેમજ સમાચારને સનસનીખેજ બનાવવા ખાતર ક...

ભારતના માલેતુજાર પ્રધાનોની મૂડીમાં બઢતી અને બઢતી

Image
પાકિસ્તાનમાં ૧૯૭૦ના અરસા દરમ્યાન બિઝનેસમેન-કમ-પોલિટિશયન નવાઝ શરીફના ખાનદાન સહિત ૨૨ કુટુંબો દેશની ૬૬% ઔદ્યોગિક સંપત્તિ ધરાવતાં હતાં. આમાં ઘણાં ખરાં કુટુંબો એવાં કે જેમના અગ્રણી સભ્યને પ્રાંતમાં યા કેંદ્રમાં પ્રધાનપદ મળ્યું હતું. આપણને તે વખતે ભારત સરકારના પ્રધાનો કેટલી સંપત્તિના આસામી છે તેના અંગે કશી જાણકારી ન હતી. દેખીતું કારણ એ કે રાજકીય ભ્રષ્ટાચાર ત્યારે પણ રાષ્ટ્રવ્યાપી હોવા છતાં સરકારે પ્રજાના દબાણ સામે ઝૂકી નછૂટકે સંપત્તિના આંકડા જાહેર કરવા પડે એટલી હદે જનમત કેળવાયો ન હતો.   આજે કૌભાંડો વડે ઘેરાયેલી કેંદ્ર સરકારે પોતાની છબી સુધારવા માટે પારદર્શકતાના નામે પ્રધાનોની માલમિલકતના આંકડા વેબસાઇટ (http://pmindia.nic.in/rti.htm) પર મૂકવા પડ્યા છે. પગલું આવકારપાત્ર છે, પણ આંકડાની જરા છણાવટ કરો તો છબી સુધરવાને બદલે ક્યાંય વધારે બગડી હોય તેમ જણાય છે. સરકારની જમ્બો કેબિનેટના ૭૭ પ્રધાનોની કુલ મિલકત Rs.૮૧૬ કરોડ છે--એટલે કે પ્રજાનો તે દરેક કથિત સેવક સરેરાશ Rs.૧૦.૬ કરોડનો આસામી છે. સૌથી ચોંકાવનારો કુબેરભંડાર સિનિઅર કોંગ્રેસી નેતા કમલનાથનો છે. ચાલીસેક વર્ષ પોલિટિક્સમાં જ રહીને તથા બાંધ્યા પગા...