Posts

આયુર્વેદઃ કોરોનાએ ફરી પ્રકાશમાં આણેલી પ્રાચીન ચિકિત્સાપદ્ધતિ

Image
આયુષ મંત્રાલયે કોવિડ-19 સામે સૂચવેલાં આયુર્વેદિક ઓસડિયાંમાં કયાં ઔષધીય ગુણ છે? ભારતીય ઉપખંડમાં થતી હજારો પ્રકારની ઔષધીય વનસ્પતિઅોનો ઉલ્લેખ ‘ચરકસંહિતા’માં તેમજ ‘સુશ્રુતસંહિતા’માં કરાયો છે. કયા રોગ પર કઈ ઔષધિ કેવી રીતે અજમાવવી તેનો પણ નિર્દેશ તે ગ્રંથોમાં ટુ-ધ-પોઇન્‍ટ છે. ત્રણેક દાયકા પહેલાંની વાત છે. તત્‍કાલીન વડા પ્રધાન નરસિંહ રાવે ભારતના અર્થતંત્ર માટે ઉદાર આર્થિક નીતિનું મોડલ અપનાવ્‍યાને જૂજ વર્ષ વીત્યાં હતાં. કેટલીક પરદેશી કંપનીઓએ ભારતમાં તેમનો કારોબાર શરૂ કરી દીધો હતો; બીજી કેટલીક તૈયારીમાં હતી. વૈશ્વિક બજાર માટે ભારતે દ્વાર ખોલ્‍યાં તેનાં સારાં પરિણામો આવ્યાં તેમ આડઅસરો પણ જોવા મળી. ઉદાહરણ તરીકે યુરોપ-અમેરિકાની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ હળદર, કડવો લીમડો, હરડે, કુંવારપાઠું (એલો વેરા), સર્પગંધા, બ્રાહ્મી જેવી ઔષધીય વનસ્‍પતિઓ પર પોતાના પેટન્‍ટ હક્કો જમાવી દીધા. દવાઓનું મોટા પાયે ઉત્‍પાદન કરતી એક યુરોપિયન કંપનીએ બ્રાહ્મી નામની વનસ્‍પતિને પેટન્‍ટ વડે પોતાની ખાનગી જાગીર જાહેર કરી દીધી. આ સ્‍થિતિ ભારત માટે ખતરનાક હતી, કેમ કે હળદરથી લઈને બ્રાહ્મી જેવી ઔષધીય વનસ્‍પતિઓ પર જેના પેટન્‍ટ હ...

કોવિડ-19 દરદીના શરીરમાં શી ભાંગફોડ મચતી હોય છે?

Image
કોરોનાનો Licenced to Kill વિષાણુ માત્ર શ્વસનતંત્રને નહિ, અન્‍ય અવયવોને પણ ગંભીર હાનિ પહોંચાડી શકે છે. કોવિડ-19ના બહુધા દરદીઓ ફેફસાં નિષ્‍કામ બન્યાથી મૃત્‍યુ પામ્યા છે ત્યારે અમુક પેશન્‍ટના કેસમાં હાર્ટ અટેક, પક્ષાઘાત, કીડનીની ખરાબી જેવી સમસ્‍યા મૃત્‍યુનું કારણ બની છે. આવું કેમ? માનવશરીરના ‘ઉપલા માળે’ બિરાજેલા મહત્તમ દોઢ કિલોગ્રામ વજનના મગજની બુદ્ધિમત્તા ખરેખર કેટલી તે માપવાની મૂર્ત ફૂટપટ્ટી આજ દિન સુધી બની નથી. બનવાની પણ નથી, કેમ કે બુદ્ધિનો ક્યાસ કાઢવાનાં કોઈ એકમો હોતાં નથી. આમ છતાં પૃથ્‍વીના તમામ સજીવોમાં ખુદને સૌથી ઇન્‍ટેલિજન્‍ટ પ્રાણી સમજતી માનવજાતે ઇન્‍ટેલિજન્‍સ ક્વોશન્‍ટ (આઇ.ક્યૂ.) નામની અમૂર્ત ફૂટપટ્ટી બનાવી છે. આ સ્‍કેલ પર સ્‍વયંને સરેરાશ ૧૧૦ આઇ.ક્યૂ. આંક પર મૂકીને મનુષ્‍યએ પૃથ્‍વીના ‘સૌથી બુદ્ધિશાળી પ્રાણી’નો ખિતાબ પોતાના નામે લખી નાખ્‍યો છે. આ સ્‍વઘોષિત ખિતાબની ફક્ત ૦.૦૦૦૬ મિલિમીટરનું નગણ્ય કદ ધરાવતો કોરોનાનો તુચ્‍છ વિષાણુ રીતસર હાંસી ઉડાવી રહ્યો છે. બુદ્ધિશાળી મનુષ્‍ય કરતાં કોરોનાવાઇરસ સવાયો ભેજાબાજ સાબિત થયો છે. એ વાત જુદી કે વાઇરસને ભેજા જેવું કશું હોય નહિ,...

આપણા અર્થતંત્રને ચીપકેલું Made In China લેબલ ક્યારે ઊખડશે?

Image
દેશને મહામારીમાં અને મહામંદીમાં ધકેલી દેનાર ચીનનાં ગજવાં ક્યાં સુધી ભરતા રહીશું? વીસેક વર્ષ પહેલાં ભારતમાં ચીની માલનું આક્રમણ રમકડાં અને નોવેલ્‍ટી ગિફ્ટ જેવી પરચૂરણ ચીજો પૂરતું જ સીમિત હતું. આજે Made in China માલ વિનાનું એકેય ક્ષેત્ર કલ્‍પી શકાય તેમ નથી. બનાવ વરસદહાડા પહેલાંનો છે, પણ આજની તારીખે એટલો જ તાદૃશ છે. ૨૦૧૯નું વર્ષ હતું. મહિનો માર્ચ અને તારીખ ૧૩મી હતી.  પાક પ્રેરિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહમ્‍મદના માસ્‍ટર માઇન્‍ડ મસૂદ અઝહરને ‘ગ્‍લોબલ ટેરરિસ્‍ટ’ જાહેર કરવા માટે ભારતે સંયુક્ત રાષ્‍ટ્ર/ UNની સુરક્ષા પરિષદને કરેલી અરજ પર ફેંસલો આવનાર હતો. જગત જમાદાર અમેરિકા સહિત બીજા કેટલાક વગદાર દેશો ભારતની અરજને સમર્થન આપવા કટિબદ્ધ હતા. પરંતુ અણીના મોકે ચીને એમ કહીને રાજકીય ફાચર મારી કે મસૂદ અઝહર વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા ન હોવાથી UN તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કરી ન શકે.  ચીન આડે પાટે ચાલે તેનું કારણ તો જગજાહેર હતું. બીજિંગ સરકારે પાકિસ્‍તાનને પોતાના ખોળે રાખ્યું હોવાથી પાકિસ્‍તાનના ખોળે બેઠેલા મસૂદ અઝહર જેવા આતંકીઓને ચીને દત્તક લેવા પડ્યા હતા. આથી મસૂદ અઝહરને ‘ગ્‍લ...

કોરોનાવાઇરસની રસીનું કેમ? શું? કેવી રીતે? (અને ક્યારે?)

Image
૬૩ લેબોરેટરી; હજારો ‌વિષાણુવિજ્ઞાની; અનેક પરીક્ષણો— છતાં કોરોનાવાઇરસની રસીનું ‘યુરેકા!’ કેમ થતું નથી? એક મજેદાર પ્રસંગ છે. કાલ્‍પનિક છે, પણ વિષાણુવિજ્ઞાન પર આધારિત હોવાથી રસ પમાડે તેવો છે. કોવિડ-૧૯ જેવી ભેદી મહામારી સમગ્ર વિશ્વમાં ફરી વળી છે. ચાર અબજ લોકોનો તેમાં ભોગ લેવાઈ ચૂક્યો છે અને મૃત્‍યુઆંક પ્રતિદિન વધી રહ્યો છે. સાતેય ખંડોની ભૂમિ પર અફરાતફરી મચી છે ત્‍યારે અફાટ સમુદ્રમાં હંકારતા અમેરિકી નૌકાદળના યુદ્ધજહાજ પર શાંતિનો માહોલ છે. મહામારી ફેલાયાના કેટલાક મહિના પહેલાં એ જહાજ આશરે ૨૦૦ નાવિકો તથા અફસરો સાથે મુખ્‍ય ભૂમિ છોડીને ખુલ્‍લા સમુદ્રમાં કો’ક મિશન માટે હંકારી ગયું હોવાથી તમામ નાવિકો ચેપમુક્ત રહી શક્યા છે.  હવે જો કે તેમના મિશનમાં નાટકીય વળાંક આવ્યો છે. જગતને રેડ ફ્લૂ નામે ફૂટી નીકળેલી મહામારીમાંથી ઉગારવા બનતા પ્રયત્‍નો તેમણે કરી છૂટવાના છે. એક તકલીફ મિશન આડે દીવાલ બનીને ઊભેલી છેઃ રેડ ફ્લૂના કારક વાઇરસને નાથતી કોઈ દવા નથી તેમ તેને ફેલાતો અટકાવતી રસી પણ નથી. આ શોધ યુદ્ધજહાજમાં જ ઊભી કરેલી કામચલાઉ લેબોરેટરીમાં ફરજ બજાવતી ડો. રેચલ સ્‍કોટ નામની મહિલા વિષાણુ નિષ્‍ણ...

પારકી ભૂમિ પર પગદંડો જમાવતા ચીનનું આપખુદ વલણઃ હમ સબ કા ખાવે, હમારા ખાવે વો મર જાવે!

Image
તાજેતરમાં ચીને દક્ષિણ ચીની સમુદ્રના દેશો સામે બાંયો કેમ ચડાવી? ચીનની દાવેદારી અને દાદાગીરી શી છે? વીસમી સદીમાં ચીનના સામ્યવાદી શાસક માઓ ઝેદોંગે કહેલું કે દુશ્‍મનના ભૌગોલિક પ્રદેશ પર કબજો જમાવવા માટે સશસ્‍ત્ર યુદ્ધ ખેલવું જ પડે એવું જરૂરી નથી. બંદૂકની એકેય ગોળી દાગ્યા વિના અને લોહીનું એકાદ ટીપું પાડ્યા વિના પણ માત્ર બુદ્ધિબળે શત્રુભૂમિ હસ્‍તગત કરી શકાય છે. આ રીતેઃ સરહદ ઓળંગીને શત્રુની ભૂમિમાં બે ડગલાં પેસારો કરો... દુશ્‍મન રોકકળ મચાવે તો તેને છાનો રાખવા એક ડગલું પાછળ ખસી જાવ... થોડા દિવસો બાદ ફરી ચુપચાપ બે ડગલાં આગળ વધો અને શત્રુ આંખો લાલ કરે તો એક ડગલું પીછેહઠ કરો. આમને આમ દુશ્‍મનની ભૂમિમાં આગળ વધતા તેની જમીન ઇંચ ઇંચ લેખે પચાવ્‍યે રાખો. લાંબે ગાળે ઇંચનો હિસાબ કિલોમીટરમાં ગણવો પડે એવડો મોટો પ્રદેશ એડી નીચે આવી ચૂક્યો હશે. માઓ તો કબરમાં પોઢી ગયા પણ ચીની સત્તાધીશોને ઉપરોક્ત સંદેશો આપી જગત માટે મોકાણ મૂકતા ગયા. માઓની ‘બે ડગલાં આગેકૂચ; એક ડગલું પીછેહઠ’ નીતિને ચીનની સરકારો વર્ષોથી અજમાવતી આવી છે અને પારકા પ્રદેશો પચાવીને દેશના ભૌગોલિક સીમાડા આસ્‍તે આસ્‍તે વિસ્‍તારતી ગઈ છે. એક...

મહામારી પંડિતોનો નવો મંત્રઃ ચેપતા નર સદા સુખી

Image
લોકડાઉન પછીયે કોરોના કેડો ન મૂકે તો શું કરવું? સંક્રમણ વધારો, વાઇરસ ભગાડો! મહામારી ફેલાવીને મહત્તમ ખુવારી કરવી વિષાણુનું ‘સ્‍વભાવગત’ લક્ષણ છે, જેનો પરચો માનવજાતને ભૂતકાળમાં વખતોવખત મળી ચૂક્યો છે અને અત્‍યારે કોરોના થકી મળી રહ્યો છે. નરી આંખે ન દેખાતા કોરોનાના માયાવી દૈત્‍ય સામે લોકડાઉન, એન્‍ટિ-વાઇરલ દવા, હાઇડ્રોક્સીક્લોરોક્વિન, પ્‍લાઝમા થેરાપી વગેરે જેવા નુસખા અજમાવવામાં આવી રહ્યા છે. કમનસીબે તેમાંનો એકેય સો ટકા કારગત જણાતો નથી. ઊલટું, સમયના વીતવા સાથે વધુ ને વધુ કોવિડ-૧૯ કેસ નોંધાતા જાય છે. પરોપજીવી વાઇરસ સામે માનવજાતની પરવશતા છતી થયા કરે છે. પરવશતાનો અનુભવ જગતના બહુધા દેશો લોકડાઉન હેઠળ કરી રહ્યા છે ત્‍યારે યુરોપી દેશ સ્‍વીડનની પ્રજા એવી લાચારીભરી લાગણીથી મુક્ત છે. સ્‍વીડિશ પ્રજાને લોકડાઉન મોડલમાં વિશ્વાસ નથી, એટલે કોરોના વિષાણુથી ડરના માર્યા ઘરમાં ચુમાયેલા રહી ધંધા-રોજગાર ઠપ્પ કરી દેવાને બદલે તેમણે ‘હર્ડ ઇમ્‍યુનિટી’ થિઅરી અપનાવી મહામારીનો સામી છાતીએ મુકાબલો કરવાનું પસંદ કર્યું છે. પગલું જાનની બાજી ખેલવા જેવું છે, પણ સ્‍વીડિશ બાજીગરોએ નકરાં આંધળુકિયાં કર્યાં નથી. ‘હર્ડ ઇમ્‍ય...

કુદરતે કોરોના નામની લાઠી વીંઝીને શું શીખવ્‍યું?

કુદરતી અદૃશ્ય લાઠી પડે ત્‍યારે અવાજ ન કરે, છતાં પ્રહાર મનુષ્‍યની સાન પર પદાર્થપાઠની ‘સોળ’ ઉપસાવે છે. ગંગાપુત્ર દેવવ્રતે ઉર્ફે ભીષ્‍મ પિતામહે એક વાર શ્રીકૃષ્‍ણને સવાલ કરેલો કે, ‘જલ સે પતલા કૌન હૈ?’ શ્રીકૃષ્‍ણનો ઉત્તર હતોઃ ‘જલ સે પતલા જ્ઞાન હૈ.’ તત્ત્વજ્ઞાનમાં થોડોઘણો રસ ધરાવતા ભારતીયો માટે ઉપરોક્ત સંવાદ અજાણ્યો નહિ હોય અને તત્ત્વજ્ઞાન જેમણે ઠીક ઠીક પચાવ્યું હશે તેમને શ્રીકૃષ્ણે ભીષ્‍મ પિતામહને દીધેલા ઉત્તર સામે રતીભાર શંકા પણ નહિ હોય. અહીં તત્ત્વજ્ઞાન બાજુએ રાખીને ઉપરોક્ત સંવાદ વિજ્ઞાનના સંદર્ભે મૂલવીએ. ૧૯૮૦ના દાયકામાં ડોનાલ્ડ ડંકન અને મિરાન્‍ડા વેસ્‍ટન-સ્‍મિથ નામના બે અંગ્રેજ લેખક-સંશોધક-અભ્‍યાસુઓને વિચાર આવ્યો કે માનવજાત જે કંઈ જાણે છે તેના જ્ઞાનકોશ લખાય, તો જેના વિશે આપણે સાવ એટલે સાવ અંધકારમાં છીએ તેવી બાબતોનો એકાદ અજ્ઞાનકોશ લખ્‍યો હોય તો કેમ? ભૌતિક વિજ્ઞાન, ટેક્નોલોજિ, ખગોળશાસ્‍ત્ર, જીવજગત, સમુદ્રશાસ્‍ત્ર જેવા વિષયોમાં વિજ્ઞાનીઓ માટે બિલકુલ અજાણી રહી ગયેલી બાબતો શોધી કાઢવા માટે ડોનાલ્ડ ડંકને અને મિરાન્‍ડા વેસ્‍ટન-સ્‍મિથે ખાંખાંખોળા કર્યાં અને નોંધ ટપકાવતા ગયા. હજારો ન...